• કંપનીની આવક 11 ટકા વધી રૂ. 2.36 લાખ કરોડે પહોંચી : ઉંચા ખર્ચને કારણે નફો 2 ટકા ઘટ્યો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો નેટ પ્રોફિટ 2 ટકા ઘટી 18,951 કરોડ રુપિયા રહ્યો છે, જ્યારે કંપનીનો ક્ધસોલિડેટેડ રેવેન્યૂ 11 ટકા ઉછળીને 2.40 લાખ કરોડ રુપિયા થઈ ગયો છે. ક્વાર્ટર પરિણામ જાહેર થવાની સાથે સાથે રિલાયન્સ તરફથી ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

રિલાયન્સ દ્વારા જાહેર કરેલા પરિણામો મુજબ, કંપનીનો નેટ પ્રોફિટ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 18,951 કરોડ રુપિયા રહ્યો, જ્યારે એક વર્ષ પહેલા આ સમય ગાળામાં આ 19,299 કરોડ રુપિયા હતો. એટલે કે કંપનીએ ક્ધસોલિડેટેડ નેટ પ્રોફિટમાં વર્ષના આધારે 1.80 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. કંપનીનો નેટ પ્રોફિટ એનાલિસ્ટ્સના પૂર્વાનુમાનથી સારું રહ્યું છે. માર્કેટ વેલ્યૂ મુજબ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેમનો ક્ધસોડિલેટેડ રેવેન્યૂ વર્ષના આધારે 11.3 ટકાના વધારા સાથે 2,40,715 કરોડ રુપિયા થઈ ગયો, જે ગત વર્ષની સમાન ક્વાર્ટરમાં 2,16,265 કરોડ રુપિયા હતો.

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાના ચોથા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરતા જણાવ્યુંકે, નાણાકીય વર્ષ 2024માં કંપનીએ 10 લાખ કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો અને આવું કરનારી છઈંક પહેલી ભારતીય કંપની બની ગઈ છે. સમીક્ષાધીન વર્ષ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર 2.6 ટકાના વધારા સાથે વધીને 10 લાખ કરોડ રુપિયા થઈ ગયું, જે 2022-23માં 9.74 લાખ કરોડ રુપિયા હતું. આ ઉપરાંત 31 માર્ચે સમાપ્ત થયેલા ફાયનાન્સિયલ યરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ઇબીઆઇટીડીએ 16.1 વધીને 1.79 લાખ કરોડ રુપિયા થઈ ગયું

વધુમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાના શેરધારકો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરતા કહ્યું કે, શેરધારકોને દરેક શેર પર 10 રુપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે. ડિવિડન્ડ તમામ કંપનીઓનો પ્રોફિટનો એક ભાગ હોય છે, જેને કંપની પોતાના શેરહોલ્ડર્સને આપે છે.

શેરમાં તેજીથી માર્કેટ કેપ રૂ.20 લાખ કરોડને પાર

ત્રીજા ક્વાર્ટરના પરિણામ જાહેર થયા તે પહેલા કંપનીના શેર પર્ફોમન્સની વાત કરીએ તો દિવસભર રિલાયન્સના શેર ગ્રીન સિગ્નલમાં જોવા મળ્યા. જો કે તેમાં સામાન્ય વધારો જોવા મળ્યો. સ્ટોક માર્કેટ બંધ થતી વખતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર 2,960.60 રુપિયા પર બંધ થયો હતો. માર્કેટ ઓપન થયું ત્યારે રિલાયન્સના શેરના ભાવ 2,950 રુપિયા હતા. શેરમાં તેજી વચ્ચે એક વખત ફરીથી રિલાયન્સનું માર્કેટ કેપિટલાઈઝેશન 20 લાખ કરોડ રુપિયાના આંકડાને પાર કરી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.