દેશની સૌથી ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના ગેસિફિકેશનને સંપૂર્ણ માલિકીની પેટાકંપનીને ટ્રાન્સફર કરવાની તૈયારીમાં છે. આજરોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડની બેઠક મળી હતી જેમાં ગેસિફિકેશન અંડરટેકિંગને સંપૂર્ણ માલિકીની પેટાકંપની- WOSમાં સ્થાનાંતરિત કરવા માટેના આયોજનની યોજનાને અમલમાં મૂકવાનો નિર્ણય કરાયો છે. આ અહેવાલ બાદ કંપનીના શેરમાં આજે લગભગ 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે જામનગર ખાતે ગેસિફિકેશન પ્રોજેક્ટની સ્થાપના ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે સીનગેસ ઉત્પન્ન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. કારણ કે રિફાઇનરીમાં ઉત્પન્ન થતાં ઑફ-ગેસ, જે અગાઉ ઇંધણની આપૂર્તિ કરતા હતા, તેને રિફાઇનરી ઑફ ગેસ ક્રેકર (ROGC) માટે ફીડસ્ટોકમાં પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યા હતા. તેના કારણે સ્પર્ધાત્મક મૂડી અને સંચાલન ખર્ચ પર ઓલેફિન્સનું ઉત્પાદન સહાય રૂપ નીવડ્યું હતું.
કંપની બોર્ડે જણાવ્યુ છે કે રિલાયન્સ એક એવો પોર્ટફોલિયો રાખવાનો લક્ષ્યાંક ધરાવે છે જે સંપૂર્ણપણે રિ-સાયકલેબલ, ટકાઉ અને નેટ કાર્બન શૂન્ય હોય. તેની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવાના સ્ત્રોત તરીકે બિનપરંપરાગત ઊર્જા સાથે ઉચ્ચ મૂલ્યની સામગ્રી અને રસાયણોમાં સંક્રમણ કરીને આ ધ્યેય પ્રાપ્ત થઈ શકે છે. RIL તેના ઊર્જાના પ્રાથમિક સ્ત્રોત તરીકે બિનપરંપરાગત ઊર્જા તરફ વળી રહ્યું છે, તેથી C1 રસાયણો અને હાઇડ્રોજન સહિતના ઉચ્ચ મૂલ્યના રસાયણોમાં અપગ્રેડેશન માટે વધુ સીનગેસ ઉપલબ્ધ થશે.
ગેસિફિકેશન અસ્કયામતોનો પુનઃઉપયોગ કરવાથી આ રસાયણોનું ઉત્પાદન કરવા અને વધતી જતી સ્થાનિક માંગને સંતોષવા માટે ફીડસ્ટોકના વિશ્વસનીય સ્ત્રોત તરીકે સીનગેસનો ઉપયોગ કરવામાં મદદ મળશે, પરિણામે આકર્ષક બિઝનેસ તક ઊભી થશે. વધુમાં, જેમ જેમ હાઇડ્રોજન અર્થતંત્ર વિસ્તરશે તેમ, હાઇડ્રોજન ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે RIL પાસે અગ્રણી ભૂમિકા નિભાવવાની સ્થિતિનું નિર્માણ થશે.
અત્રે નોંધનીય છે કે બોર્ડે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, તેના શેરધારકો અને લેણદારો અને રિલાયન્સ સિંગાસ (RSL) અને તેના શેરધારકો અને લેણદારો વચ્ચે એક યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. RSL એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. RIL એ RSL ના રૂ. 10 ના 100,000 ઇક્વિટી શેર્સમાં રૂ. 10,00,000નું રોકડ રોકાણ કર્યું છે. બોર્ડે ગેસિફિકેશન અંડરટેકિંગને નિર્ધારિત તારીખે કિંમતની સમાન રકમ તરીકે ઘટેલા ભાવે વેચીને ટ્રાન્સફર કરવાની યોજનાને મંજૂરી આપી છે.
આ યોજના RILને સીનગેસના મૂલ્યને ઊજાગર કરવાની પ્રકિયાનું મૂલ્યાંકન કરવા માટે પણ સક્ષમ બનાવશે, જેમાં (a) ગેસિફાયર પેટાકંપનીમાં રોકાણકારો(ઓ)ને સામેલ કરવા માટે સહયોગી અને એસેટ-લાઇટ અભિગમનો સમાવેશ થાય છે અને (b) વિવિધ રાસાયણિક પ્રવાહોમાં ભાગીદારી દ્વારા આરઆઈએલમાં અપગ્રેડેશનનું મૂલ્ય મેળવવું. યોજનાની નિયુક્ત તારીખ 31 માર્ચ, 2022 અથવા બોર્ડ દ્વારા નિર્ધારિત અન્ય તારીખ હશે. આ યોજનાને સ્ટોક એક્સચેન્જ, લેણદારો, શેરધારકો, NCLT અને અન્ય નિયમનકારી સત્તાવાળાઓની મંજૂરીની પણ જરૂર પડશે.