ભૂતપૂર્વ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં સુકાની નાસિર હુશેને હિટમેનનાં કર્યા વખાણ

ક્રિકેટ ઈતિહાસમાં અનેકવિધ નામાંકિત ખેલાડીઓ તેમની આગવી શૈલીથી અત્યંત પ્રચલિત થયા છે. ભારતીય ક્રિકેટ ટીમની વાત કરવામાં આવે તો વિરેન્દ્ર સહેવાગ વિસ્ફોટક બેટસમેન તરીકે ખુબ જ પ્રચલિત બન્યા છે. મુખ્યત્વે તેની આઈસાઈટ સૌથી મોટુ સફળતા પાછળનું કારણ છે. એવી જ રીતે હાલનાં સમયમાં રોહિત શર્મા ટાઈમીંગથી રમતા તેની સફળતા દિન-પ્રતિદિન વધી રહી છે. રોહિત શર્માની આજ કળા અને આજ લાક્ષાણિકતાથી તે સૌથી કપરા બોલને સહેલાઈથી રમી શકે છે અને બાઉન્ડ્રી બહાર પણ પહોંચાડી શકે છે.

હાલ રોહિત શર્મા વિશ્ર્વનાં નામાંકિત બેટસમેનોમાંનો એક છે. ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ સુકાની નાસિર હુશેન પણ રોહિતનાં વખાણ કરતા થાકતો નથી. તેને રોહિત શર્મા વિશે જણાવતા કહ્યું છે કે, ભારત માટે બેસ્ટ ઓપનર તરીકે રોહિત શર્મા ખુબ જ પ્રચલિત બનશે. રોહિતે તેનું વન-ડે અને ટી-૨૦માં એક આગવું સ્થાન ઉદભવિત કર્યું છે જે હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ સફળતા મેળવશે. આવનારા સમયમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝ દરમિયાન ભારતીય ટીમ માટે રોહિત શર્માનું પ્રદર્શન અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે ત્યારે વિરાટ કોહલી જેવા ખેલાડી પણ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ટાઈમ લઈ પોતાની ઈનીંગને આગળ ધપાવે છે.

ઓસ્ટ્રેલિયા ખાતે જે ટેસ્ટ સીરીઝ રમાવવા જઈ રહી છે તે ભારતીય બેટસમેનો માટે આશીર્વાદ‚પ સાબિત થશે જેનું કારણ એ છે કે, અન્ય વિકેટોની સરખામણીમાં ઓસ્ટ્રેલિયાની વિકેટ ઉપર રન બનાવવા અત્યંત મજેદાર રહે છે. જે ખેલાડી ઓસ્ટ્રેલિયામાં સારી રમત રમી શકે તેની કારકિર્દી પણ આગળ વધે છે અને જે ખેલાડી આ વિકેટ ઉપર સારી રમત નથી રમી શકતો તેના અસ્તિત્વ ઉપર પણ અનેકવિધ પ્રશ્ર્નો ઉદભવિત થાય છે. નાસિર હુશેનનાં જણાવ્યા મુજબ રોહિત શર્મા જો ટેસ્ટ મેચનાં પ્રથમ દિવસે અડધી કલાક માત્ર વિકેટ ઉપર સમય વિતાવશે તો તે પોતાની ઈનીંગ લાંબા સમય સુધી ચલાવી શકશે. રોહિત શર્માએ તેના આંતરરાષ્ટ્રીય કેરીયરમાં માત્રને માત્ર ૩૨ ટેસ્ટ મેચ જ રમ્યા છે ત્યારે ભારતીય ટીમ પાસે પૃથ્વી-શો, વિરાટ કોહલી, ચેતેશ્ર્વર પુજારા ખુબ સારી રમત રમી રહ્યા છે અને ટીમને મજબુતી પણ આપે છે ત્યારે રોહિત શર્મા જો આ ક્ષેત્રમાં આગળ વધશે તો તેને ઘણોખરો ફાયદો પણ પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.