દવા બજાર પણ રિલાયન્સની ‘મુઠ્ઠી’માં
રિલાયન્સે રૂ.૬૨૦ કરોડમાં ફાર્મા ડિસ્ટ્રીબ્યુશન સેકટરની ટોચની નેટમેડ્સ કંપનીમાં ૬૦ ટકા હિસ્સો ખરીદ્યો
એમેઝોન સહિતની વિશ્વની ટોચની કંપનીઓ ઈ-ફાર્મસીમાં ઝંપલાવી રહી છે. એમેઝોન કંપની અમેરિકાના રાજકારણમાં ચંચુપાત કરી રહી છે. એમેઝોને અમેરિકામાં ડેમોક્રેટ પક્ષનો સાથ લીધો છે. બીજી તરફ ભારત પણ હવે વૈશ્ર્વિક રાજકારણમાં પોતાનો પગદંડો જમાવી રહી છે. જેથી અમેરિકાની ચૂંટણી નજીક હોય ભારત સરકારે એમેઝોન સામે રિલાયન્સને ઉભુ રહેવા સક્ષમ કર્યું છે. હવે જ્યારે ઓનલાઈન ફાર્મસીનો જમાનો દેખાઈ રહ્યો છે ત્યારે રિલાયન્સે એમેઝોન સામે બાથ ભીડવા માટે પગલા લેવાનું શરૂ કર્યું છે જેના ભાગરૂપે રિલાયન્સે તાજેતરમાં નેટમેડ્સ કંપનીનો ૬૦ ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ કંપની ફાર્મા ડિસ્ટ્રીબ્યુશન, સેલ્સ અને સપોટ સર્વિસમાં ટોચનું સ્થાન ધરાવે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ જાહેરાત કરી કે તેમણે ઓનલાઇન ફાર્મસી બ્રાન્ડ નેટમેડ્સનો ૬૦% હિસ્સો ખરીદી લીધો છે. રિલાયન્સે આ ડીલ ૬૨૦ કરોડ રૂપિયામાં કરી છે. આ ડીલના કારણે નેટમેડ્સની માર્કેટ વેલ્યૂ ૧૦૦૦ કરોડ રૂપિયાની થઈ ગઈ છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડએ નેટમેડ્સની ઇક્વિટી બહુમત હાસલ કરી દીધી છે. હેવિટાલિક હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ અને તેની સહાયક કંપનીઓ સામૂહીક રીતે નેટમેડ્સના રૂપમાં ઓળખાય છે. આ રો કાણનો ૬૦% હિસ્સો હેવિટાલિકની ઇક્વિટી શેરના હોલ્ડિંગમાં અને ૧૦૦% ડાયરેક્ટ પ્રત્યક્ષ ઇક્વિટી સ્વામિત્વ વિટેલિકની સહાયત એટલે કે ત્રિસારા હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ, નેટમેડ્સ માર્કેટ પ્લસ લિમિટેડ અને દાદા ફાર્મા ડિસ્ટ્રીબ્યૂશન પ્રાઇવેટ લિમિટેડમાં કરવામાં આવ્યું છે.
આ મામલે દિશા અંબાણીએ કહ્યું હતું કે, ભારતમાં દરેક માટે ડિજિટલ પહોંચ પ્રદાન કરવા માટે અમારી પ્રતિબદ્ધતાની સાથે આ સમજૂતી કરવામાં આવી છે. નેટ્મેડ્સ ઉપરાંત રિલાયન્સ રિટેલની સારી ગુણવત્તા પ્રદાન કરવાની ક્ષમતાને વધારે છે. સસ્તી સ્વાસ્થ્ય દેખભાળ પ્રોડક્ટસ અને સેવાઓ અને ગ્રાહકોને રોજેરોજની જરૂરિયાતોને સામેલ કરવા માટે ડિજિટલ કોમર્સપ્રોપ્શને પણ વ્યાપક બનાવે છે. અમે આટલા ઓછા સમયમાં એક રાષ્ટ્રવ્યાપી ડિજિટલ પ્લેટફોર્મનું નિર્માણ કરવા માટે નેટમેડસના વિકાસથી પ્રભાવિત છીએ અને અમારું રોકાણ અને ભાગીદારીની સાથે તેને વધુ વેગવંતુ કરવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ.
નોંધનીય છે કે, વિટાલિક અને તેની સહાયક કંપનીઓ ફાર્મા ડિસ્ટ્રીબ્યૂશન, સેલ્સ અને બિઝનેસ સપોર્ટ સર્વિસના બિઝનેસમાં છે. તેઓ વર્ષ ૨૦૧૫થી કામ કરી રહ્યા છે, તેની સહાયક કંપની એક ઓનલાઇન ફાર્મસી પ્લેટફોર્મ- નેટમેડ્સ ચલાવે છે જે ગ્રાહોકને ફાર્માસિસ્ટોથી જોડવા અને ડોર સ્ટેપ ડિલીવરીને સક્ષમ કરવા માટે છે.