રિલાયન્સ દ્વારા જીઓ બુક લોન્ચ કરાઇ છે . જેની કિમત 20000 છે . તેની ખાસ મોટી 15 વિશેષતાઓ છે . તેમાં 11-ઇંચની ડિસ્પ્લે છે. તેની આકર્ષક ડિઝાઇન, મેટ ફિનિશ, અલ્ટ્રા-સ્લિમ કન્સ્ટ્રક્શન અને તે માત્ર 990 ગ્રામ વજનનું લાઇટવેઇટ બિલ્ડ છે.ઓક્ટા-કોર પ્રોસેસર, 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે
તેમાં 4 GB ની LPDDR4 RAM અને 64 GB સ્ટોરેજ છે જેને SD કાર્ડનો ઉપયોગ કરીને 256 GB સુધી વધારી શકાય છે. 75+ કીબોર્ડ શોર્ટકટ આવી છે . લેપટોપમાં મલ્ટી-જેસ્ચર સપોર્ટ સાથે વિશાળ ટચપેડ છે.
WiFi સપોર્ટ સાથે હંમેશા ચાલુ 4G કનેક્ટિવિટી 4G-LTE અને ડ્યુઅલ-બેન્ડ વાઇફાઇ ક્ષમતાઓ સાથે, તમે કનેક્ટેડ રહી શકો છો .જે મલ્ટી-વિંડો સપોર્ટ, એડવાન્સ્ડ ફાઇલ મેનેજમેન્ટ, ટાસ્ક મેનેજર, ટર્મિનલ, એક્સટેન્ડેડ ડિસ્પ્લે, જીઓ પેજિસ ઈન્ટરનેટ બ્રાઉઝર અને વાયરલેસ પ્રિન્ટિંગ સપોર્ટ જેવી સુવિધાઓ છે.
તેમાં વિડિયો ચેટ્સ માટે 2MP વેબકેમ છે અને સ્ટીરિયો સાઉન્ડ સ્પીકર સેટઅપ, 3.5mm ઓડિયો જેક છે.તેમાં 4000mAh બેટરી ધરાવે છે જે 8 કલાક સુધી ટકી શકે છે.
વપરાશકર્તાઓને 1 વર્ષનું QuickHeal એન્ટીવાયરસ અને પેરેંટલ કંટ્રોલનું સબસ્ક્રિપ્શન મફત મળશે. JioOS Jio TV એપ ઓફર કરે છે જેનો ઉપયોગ લેપટોપ પર શૈક્ષણિક સામગ્રીને સ્ટ્રીમ કરવા માટે થઈ શકે છે.
JioBIAN કોડિંગ વાતાવરણ પૂરું પાડે છે જે વિદ્યાર્થીઓ માટે C/C++, Java, Python અને Pearl જેવી વિવિધ પ્રોગ્રામિંગ ભાષાઓ સરળતાથી શીખવા માટે આદર્શ છે.
Jio Cloud Games JioBook પર પ્રી-લોડ છે જેનથી લેપટોપમાં ગેમ રમી શકાય છે
જીઓ બુક પાસે એક સંકલિત ચેટબોટ છે જે ઉપકરણની કાર્યક્ષમતા વિશે કોઈપણ પ્રશ્નોમાં મદદ કરી શકે છે.
જીઓ બુક સાથે, 100GB નું DigiBoxx ક્લાઉડ સ્ટોરેજ મફતમાં મળશે.
જીઓ બુક પર 2 USB-A પોર્ટ, એક મિની HDMI પોર્ટ અને 3.5mm ઑડિયો પોર્ટ છે.
જીઓ બુકની કિંમત રૂ. 16,499 છે અને તે 5 ઓગસ્ટથી રિલાયન્સ ડિજિટલ અને એમેઝોન ઇન્ડિયા દ્વારા ઉપલબ્ધ થશે.