4 જિબી રેમ, 32 જિબી સ્ટોરેજ, 6.5 ઇંચ એલઇડી એચડી પલ્સ સ્ક્રીનથી સજ્જ !!
અબતક, નવી દિલ્લી
રિલાયન્સ જિયો તેના શાનદાર નેટ માટે ખૂબ પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં કંપની હવે માર્કેટમાં ઘણા સારા ફોન ઓફર કરી રહી છે. આ દિશામાં રિલાયન્સ જિયોનો 5G ફોન લીક થયો છે. આ અંગે એવું માનવામાં આવે છે કે 5G આ વર્ષે જલ્દી જ બજારમાં આવી શકે છે. હવે એવી ધારણા છે કે, ભારતમાં ટૂંક સમયમાં 5G સેવા શરૂ થવા જઈ રહી છે. રિલાયન્સ હવે 5G જીઓ ફોન લાવવાનું વિચારી રહી છે. આ ફોનને લોન્ચ કરવાની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે આ 5G ફોન ભારતમાં ખૂબ જ ઓછી કિંમતે દસ્તક આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની હાલમાં જીઓના 5G ફોન પર કામ કરી રહી છે. જો આપણે તેના લોન્ચિંગ વિશે વાત કરીએ તો, આ ફોન ભારતમાં આ વર્ષે રજૂ કરવામાં આવી શકે છે. એન્ડ્રોઇડ સેન્ટ્રલે જીઓ 5Gના કેટલાક લીક સ્પેસિફિકેશન પણ શેર કર્યા છે.
જિયોના આવનારા ફોન જીઓ ફોન 5Gમાં યુઝર્સને 5G સપોર્ટ મળશે, પરંતુ અત્યારે હાઈ-એન્ડ ફીચરની અપેક્ષા નથી. કારણ કે દરેક વ્યક્તિ જાણે છે કે ઓછી કિંમતમાં વધુ સુવિધાઓ મેળવવી મુશ્કેલ છે. સ્નેપડ્રેગન 480 પ્રોસેસર જીઓ ફોન 5G સાથે મળી શકે છે, કવોલકોમનું સૌથી સસ્તું 5G પ્રોસેસર છે. તે જ સમયે, N3, N5, N28, N40 અને N78 5G બેન્ડ માટે પણ સપોર્ટ આપી શકાય છે.
જીઓના આ ફોનમાં 4 જિબી રેમ અને 32 જિબી સ્ટોરેજ આપી શકાય છે. આ ફોન વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 6.5 ઇંચની એલસીડી એચડી પલ્સ ડિસ્પ્લે મળશે. સાથે જ તમામ જીઓ એપ્સ ફોનમાં પ્રી-ઇન્સ્ટોલ હશે. આ ફોન એન્ડ્રોઇડ 11 પર આધારિત હશે.
જીઓના પહેલા 5G ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપી શકાય છે. જેનો પ્રાથમિક લેન્સ 13 મેગાપિક્સલનો હશે. જ્યારે બીજો લેન્સ 2 મેગાપિક્સલનો હોઈ શકે છે. ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપી શકાય છે. આ સિવાય કંપની આ ફોનને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે લોન્ચ કરી શકે છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર ઉપલબ્ધ હશે. તે જ સમયે પાવર બેકઅપ માટે જીઓ ફોન 5Gમાં 5000 એમએએચ બેટરી આપવામાં આવી શકે છે.
એન્ડ્રોઇડ 11 આધારિત ફોનની ડિસ્પ્લે સંપૂર્ણ એચડી !!
જીઓના આ ફોનમાં 4 જિબી રેમ અને 32 જિબી સ્ટોરેજ આપી શકાય છે. આ ફોન વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 6.5 ઇંચની એલસીડી એચડી પલ્સ ડિસ્પ્લે મળશે. સાથે જ તમામ જીઓ એપ્સ ફોનમાં પ્રી-ઇન્સ્ટોલ હશે. આ ફોન એન્ડ્રોઇડ 11 પર આધારિત હશે.
ફાસ્ટ ચાર્જ અને સેન્સર ફિંગરપ્રિન્ટ સેન્સર સહિતના અનેક ફીચર્સ !!