magicapk.com નામની વેબસાઇટ પર જીઓ ગ્રાહકોના નામ, ઇમેલ આઇડી અને આધારનંબર થયા સાર્વજનિક
રિલાયન્સ જીઓેએ ટેલીકોમ બજારમાં પ્રવેશ કરતાંજ અન્ય કં૫નીઓને ફટકો પાડી દીધો હતો. એક પછી એક ધમાકેદાર ઓફરોને લઇને ગ્રાહકો જીઓ તરફ વધુ આકર્ષિત થયા છે. એક તરફ રિલાયન્સ જીઓની મફ્ત સેવાઓનો ફાયદો ઉઠાવવા વધુને વધુ ગ્રાહકો જોડાય રહ્યા છે તો બીજી તરફ તેમના ડેટા એટલે કે ખાનગી જાણકારીઓ લીક થવાથી તેઓ જોખમમાં મુકાયા છે. જી, હા. જીઓના લાખો ગ્રાહકોને ડેટા ચોરી થયા છે. જેને લઇને કંપનીએ તપાસ શ‚ કરી દીધી છે.
જણાવી દઇએ કે, એક વેબસાઇટ પર જીઓ ગ્રાહકોની તમામ જાણકારી સાર્વજનિક થઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ, હાલ, આ વેબસાઇટને બંધ કરી દેવામાં આવી છે. રિલાયન્સ જીઓના કુલ ગ્રાહકોન સંખ્યા એપ્રિલના અંત સુધીમાં ૧૨ કરોડ થઇ ગઇ હતી. આ અંગે જીઓએ કહ્યું કે, શ‚આતી આધાર પર લાગે છે કે આ ડેટા સાચા નથી.
રિલાયન્સ જીઓએ દાવો કર્યો છે કે વેબસાઇટ પર દેખાડવામાં આવેલી જાણકારીનું કોઇ પ્રમાણ નથી અને તે ખોટી છે.. જીઓ ગ્રાહકોના ડેટા લીકની સૌપ્રથમ માહિતી fonearena.comએ આપી હતી. જ્યારે fonearena.com. ના એડીટરે વેબસાઇટ પર માત્ર તેના જ નહિ પરંતુ તેના સહકર્મચારીઓની પણ જાણકારી હતી.
જોકે, હજુ સ્પષ્ટ નથી કે આ વેબસાઇટ પર રિલાયન્સ જીઓના બધા નંબર છે કે નહિં કારણકે અન્ય નંબર નાખીને તપાસ કરાય તો ઘણીવાર વેબસાઇટ પર કોઇ જાણકારી મળી ન હતી. અને એક બ્લોક પેઝ દેખાડવામાં આવ્યું હતું. જણાવી દઇએ કે, આ વેબસાઇટનું નામ magicapk.com. છે જે પર માત્ર એક સર્ચ બોક્સમાં જીઓ નંબર નાખીતે વ્યક્તિની તમામ વિગતો મેળવી શકાતી હતી. જોકે, હાલ, આ વેબસાઇટ બંઘ્ કરી દેવાઇ છે.
ગ્રાહકોની જાણકારીમાં માત્ર નામ નહિં પરંતુ આ સાથે ગ્રાહકોના ઇ-મેલ, આઇડી અને આધારનંબર પણ જોવા મળે છે. આ ડેટા લીક થવાથી જીઓના ૧૨ કરોડ ગ્રાહકોમાં ચિંતા પ્રસરી છે.