રિલાયન્સ જિઓએ તેના બહુ ચર્ચિત જિઓ ફોનની ડિલીવરી શરૂ કરવામાં આવી છે, અને કંપની તરફથી Jio Careએ માહિતી આપી છે કે જે ગ્રાહકોએ ફોનનું પ્રી બુકિંગ કરાવ્યું છે એ તમામને દિવાળી પહેલાં ફોનની ડિલીવરી મળી જશે. Jio Care દ્વારા વિશેષમાં માહિતી આપવામાં આવી છે કે ‘ફોન ડિલીવરી માટે તૈયાર હશે ત્યારે ગ્રાહકને સ્ટોર એડ્રેસ અને પિક-અપ ડેટ આપવામાં આવશે. આ વર્ષે દિવાળીની ઉજવણી 19 ઓક્ટોબરે કરવામાં આવે છે એટલે એ પહેલાં તમામ ગ્રાહકોને ફોન મળી જશે એવો વાયદો કંપની દ્વારા કરવામાં આવ્યો છે.

આ વખતે ડિલીવરી વખતે કંપનીએ જબરદસ્ત સ્ટ્રેટેજી અપનાવી છે. મળતી માહિતી પ્રમાણે આ સસ્તા 4G હેન્ડસેટ્સની ડિલિવરી પહેલા ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોમાં કરવામાં આવશે. રિલાયન્સ જિઓ ફોન ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચે ડિજિટલ ગેપને દૂર કરશે અને આ વિસ્તારોમાં પોતાનો હોલ્ડ મજબૂત બનાવશે. માટે પહેલા નાના શહેરો અને ગામડાઓથી શરુઆત કરવામાં આવશે. નોંધનીય છે આ ફોનના બુકિંગ માટે 500 રુપિયા જ જમા કરાવવાના હતા. બાકી 1000 રુપિયા ફોન હાથમાં આવે ત્યારે આપવાના રહેશે. 3 વર્ષ સુધી આ ફોન વાપર્યા પછી કંપની 1500 રુપિયા પાછા આપશે.

જિઓ ફોનનું પહેલી વખત બુકિંગ 24 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં પ્રી-બુકિંગ થવાને કારણે કંપનીએ પ્રી બુકિંગ બે દિવસમાં જ બંધ કરવું પડ્યું હતું. શરૂઆતમાં 60 લાખથી વધુ લોકોએ જિઓ ફોન માટે પ્રી-બુકિંગ કરાવ્યું છે. કંપનીએ આશા નહોતી કે આટલી મોટી સંખ્યામાં લોકો પ્રી-બુકિંગ કરાવશે. જિઓ ફોનની ડિલીવરી સપ્ટેમ્બરના પહેલા વીકમાં કરવાની વાત કરી હતી, જોકે કંપનીએ પહેલા વીકમાં તેની ડિલીવરી શરૂ નહોતી કરી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.