ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો ઇન્ફોકોમે દેશને ડિજિટલી રીતે સમૃદ્ધ બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે તેના યુઝર્સ માટે વધુ એક સગવડ લોન્ચ કરી છે. હવેથી કોઈપણ જિયોફોન યુઝર્સ બ્રાન્ડ ન્યુ જિયો રેલએપ દ્વારા આઇઆરસીટીસીની રિઝર્વ્ડ ટિકિટ બુકિંગ સર્વિસનો ફાયદો ઉઠાવી શકશે. આ એપની મદદથી ગ્રાહકો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઇ-વોલેટ દ્વારા ટિકિટ બુક કરાવી શકશે, રદ કરાવી શકશે અને પીએનઆર સ્ટેટસ ચકાસી શકશે, ટ્રેનની માહિતી મેળવી શકશે, સમય જાણી શકશે, રૂટની જાણકારી મેળવી શકશે. સીટની ઉપલબ્ધતા જાણી શકશે અને કેટલીક બીજી સેવાઓ પણ જિયોફોનના બટન પર ક્લિક કરીને જાણી શકશે.

જિયો એપસ્ટોરમાં ઉપલબ્ધ જિયો રેલએપ છેલ્લી ઘડીએ નક્કી થતા ટ્રાવેલ પ્લાન માટે તત્કાલ બુકિંગની સેવા પણ પૂરી પાડશે. જો યુઝર્સ પાસે આઇઆરસીટીસી એકાઉન્ટ ન હોય તો પણ એપ દ્વારા તે એકાઉન્ટ બનાવી શકે છે અને તેના પછી ટિકિટ બુકિંગ કરાવી શકે છે. તેની સાથે જિયોરેલ દ્વારા ટિકિટ બુક કરનારા યુઝર્સ તેના પર ટ્રેનનું પીએનઆર સ્ટેટસ પણ ચકાસી શકશે, ચેન્જ એલર્ટ મેળવી શકશે, ટ્રેનનું લોકેશન અને ભવિષ્યમાં ફૂડ ઓર્ડરની સેવા પણ મેળવી શકશે.   જિયો રેલ એપ પર ટ્રેન ટિકિટનું બુકિંગ સાવ સરળ છે. આ અનોખી સેવા સાથે ગ્રાહકો લાંબી લાઇનમાં ઊભા રહેવાની જહેમત ટાળી શકશે અને ટિકિટ બૂક કરાવવા બદલ એજન્ટને ફી ચૂકવવાથી પણ બચી શકશે. તેના સાથે ડિજિટલ લાઇફનો ફાયદો પણ મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.