ડિજિટલ પ્લેટફોર્મ એન્ડ સર્વિસીસ એડવાન્સનું મીટીરીયલ અને ઇલે.બેટરી સહિતના સ્કાયટ્રાનના સોલ્યુશન્સને આગળ વધારશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી.ની સંપૂર્ણ માલીકીની સહયોગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટસ એન્ડ હોલ્ડિગ્સ લી. દ્વારા પર્સનલ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીના વિકાસ કરતી અમેરીકામાં સ્થાપવામાં આવેલી વેન્ચર ફંડેડ ટેકનોલોજી કંપની સ્કાયટ્રાન ઇન્ક.માં ૧૨.૭ ટકા શેર હિસ્સો ખરીદવામાની જાહેરાત તાજેતરમાં કરી હતી.
રિલાયન્સે સ્કાયટ્રાનમાં આ વ્યુહાત્મક રોકાણ સ્કાયટ્રાનના તાજેતરમાં જ પૂરા થયેલા પ્રિફંડ સ્ટોક ફાયનાન્સિગના ભાગરુપે કર્યુ છે. જેમાં સ્કાયટ્રાનના બોર્ડની મંજુરીને શરતે વધુ રપ મીલીયન અમેરિકા ડોલરનું રોકાણ ક્ધવટીબલ નોટસના રુપમાં કરવાનો વિકલ્પ પણ સામેલ છે.
અમેરિકામાં નેશનલ એરોનોટીકસ એન્ડ સ્પેસ એડમીનીસ્ટ્રેશન અને ઇઝરાયેલમાં ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારી ધરાવતી સ્કાયટ્રાને વૈશ્ર્વિક સ્તરે ટ્રાફીક જામની સમસ્યાના ઉકેલ માટે પર્સનલ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સના અમલ માટે મેગ્નેટીક લેવિટેશન ટેકનોલોજી વિકસાવી છે.
સ્કાયટ્રાન ભારત સહીત વિશ્ર્વમાં ૮ પેટેન્ટની મંજુરી ધરાવે છે અને તેની ૪૦ કરતાં વધારે પેટેન્ટ મંજુરીની પ્રક્રિયામાં છે. આ ટેકનોલોજી સ્કાયટ્રાન દ્વારા સ્માર્ટ મોબીલીટી સોલ્યુશન્સ માટે વિકસાવવામાં આવી છે. સુચિત સ્કાયટ્રાન નેટવર્કમાં પેટેન્ટ ધરાવતી પેસીવ મેગ્નેટીસ લેવિટેશન ટેકનોલોજી પર ચાલતા કમ્પ્યુટર નિયંત્રિત પેસેન્જર્સ પોડસનો સમાવેશ થાય છે અને તેમાં અત્યાધુનિક આઇ.ટી. ટેલીકોમ આઇ.ઓ.ટી. અને એડવાન્સ મટીરીયલ્સ ટેકનોલોજીનો ઉપયોગ મુસાફરોના ઝડપી સુરક્ષિત પર્યાવરણને સાનુકુળ અને પોષણક્ષમ રીતે પરિવહન માટે કરવામાં આવશે.
ભારતમાં એકસકલુઝીવ ભાગીદારીના ઉદ્દેશ્ય સાથે રિલાયન્સે સ્કાયટ્રાનમાં રોકાણ કર્યુ છે. જેમાં કંપની સ્કાયટ્રાન સાથે તેના પાયલોટ પ્રોજેકટને તૈયાર કરવામાં અને પછીથી ભારતમાં વિશાળ સ્તર પર તેના નેટવર્કના અમલીકરણ માટે સાથે મળીને કાર્ય કરશે. રિલાયન્સ ટેલીકોમ ડીજીટલ પ્લેટફોર્મ એન્ડ સર્વિસીસએડવાન્સ્ડ મટીરીયલ અને ઇલેકટ્રીક બેટરીઝ સહીતના સ્કાયટ્રાનના સોલ્યુશન્સને આગળ વધારવા સક્રિય ભૂમિકા નિભાવશે.
રિલાયન્સ સ્કાયટ્રાનના બોર્ડ પોતાના એક ડાયરેકટરની પણ નિમણુંક કરશે. પ્રિફંડ સ્ટોક ફાયનાન્સીંગમાં ઇન્નોવેશન ઇન્ડેવર્સ, એડમ ન્યુમેન ટીમ ટ્રેપર અને અન્ય દ્વારા પ્રમોટ કરવામાં ફંડો સહીતના વૈશ્ર્વિક સ્તરે નામના ધરાવતા પ્રતિષ્ઠિત રોકાણકારોએ ભાગ લીધો હતો.
રીલાયન્સ ના કાનુની સલાહકાર તરીકે કોવિગ્ટન એન્ડ બલીંગ એલ.એલ.પી. તથા સ્કાયટ્રાનના કાનુની સલાહકાર તરીકે વિલ્સન સોનસિની ગુડરીય અને રોસાટી હતા.