ડબલ–સ્ટેક ડવાર્ક કન્ટેનર સેવા વાઇટ ગુડઝ એફએમસીજી ઘરેલું ઉપકરણો અને વાહન ઉઘોગને તેમની પરિવહન ખર્ચ ઓછો કરવામાં અને કાર્બન ક્રેડીટ મેળવવામાં મદદ કરશે
રેલવેની ડબલ–સ્ટેક ડવાર્ફ કન્ટેનર સેવાનો ઉપયોગ કરનારી રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની પ્રથમ કંપની બની છે. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક આખી ટ્રેન ભાડા પર લઇને તેના ૮ર ડબલ સ્ટેક ડવાર્ફ કન્ટેનરર્સ પોલિમર કાર્ગોથી ભર્યા હતા. જામનગરના કાનાલુસથી હરિયાણાના રેવારી સુધીનો સૌ પ્રથમ પ્રવાસ આ ટ્રેને સફળતાપૂર્વક પૂરો કર્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમની પેટ્રોકેમીકલ્સ વિભાગની ટીમને ઇકો–ફ્રેન્ડલી માફક કિંમતના અને ટકાઉ મલ્ટી મોડલ પરિવહનના વિકલ્પ વિકસાવવા જણાવ્યા બાદ ઉર્જા કાર્યક્ષમ અને ઓછા કાર્બન ફુટ પ્રિન્ટ ધરાવતા વૈકલ્પિક પરિવહનના માર્ગ શોધવાને વેગ મળ્યો હતો.
તેમનો પેટ્રોકેમીલ્સનો વેપાર સંપૂર્ણપણે રોડ પરિવહન પર અવલંબિત હોવાથી રીલાયન્સની ટીમે રેલવે અને પરિવહનના અન્ય વિકલ્પોમાં આક્રમક રીતે તકોની શોધ આરંભ કરી હતી.રેલવે દ્વારા પરિવહનનો વિકલ્પ રિલાયન્સ માટે વિકલ્પ વ્યવહારુ નહોતો કારણ કે મોટા ભાગના પેટ્રોકેમીકલ ઉત્૫ાદનો હલકા વજનના હોવાથી સામાનને સ્ટાન્ડર્ડ કન્ટેનરમાં મોકલવામાં આવે તો ભાડામાં ઘણો વધારો થાય ઉપરાંત ઉચ્ચતર નુર અને પરિવહનના પ્રથમ અને અંતિમ ચરણમાં ખર્ચ અને સમય પણ વધી જતો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી. હંમેશા અનન્ય, નવીન, ટકાઉ અને પર્યાવરણને અનુકુળ (ઇકો ફેેન્ડલી) ઉકેલો દ્વારા તેના હિત ધારકો માટે વૃઘ્ધિ અને રાષ્ટ્ર માટે સંપતિનું સર્જન કરવા આતુર હોય છે.પેટ્રોકેમિકલ પ્રોડકટસના પરિવહન માટે રેલવેના વિકલ્પમાં રહેલા પડકારોનો સામનો કરવા ઉપલબ્ધ વિવિધ ઉકેલ પર વિચાર કરીને ટીમે ડબલ ડેક ડવાર્ક ક્ધટેનર પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો હતો જે હાલના રેલવે વેગન પર દેશભરમાં દોડી શકે છે.ડબલ ડેકીંગ ડવાર્કનો ખ્યાલ વધુ વજન તેમ જ વધુ સામાન મોકલવા રેલવે વેગન પર દેશભરમાં દોડી શકે છે.
ડબલ ડેકિંગ ડવાર્ફનો ખ્યાલ વધુ વજન તેમ જ વધુ સામાન મોકલવા માટે તક પુરી પાડે છે. અને સ્ટાન્ડર્ડ આઇએસઓ ક્ધટેનરના બદલે આ કન્ટેનર લાઇટ વેઇટ પોલમર્સ, વાઇટ ગુડસ એફએમસીજી પ્રોડ. ધરેલું ઉત્પાદનો, ઓટો કાર્સ વગેરે જેવા વિવિધ રેન્જના ઉત્પાદનોના પરિવહનને સરળ બનાવે છે આ બિઝનેસ મોડેલ વિકસાવવા માટે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફ્રેટ ટર્મીનલ સર્વિસ પ્રદાતા અને કન્ટેનર ડીઝાઇનીંગ કંપનીઓ સાથે સહયોગ સાઘ્યો હતો અને આ અંગેનો પ્રસ્તાવ ભારતીય રેલવે અધિકારીઓને સુપ્તરત કરવામાં આવ્યો હતો.
ડબલ ડેક ડવાર્ક ક્ધટેનરનો કોન્સેપ્ટ પોલિમર્સ, વાઇટ ગુડઝ એફએમસીજી, ઘરેલુ ઉત્૫ાદનો, ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ વગેરે માટે લાભકારક બનશે. આ સેવા એન્ડ ટુ એન્ડ ખર્ચ સંતુલનને મદદ કરશે અને વસ્તુનો પુરવઠો વધુ વિશ્વનીય બનશે. રોડ પરિવહનમાં સામે આવનારી મોસમી મર્યાદાઓને ઘટાડશે અને કાર્બન ક્રેડિટનો લાભ આપશે.
આ કન્ટેનર કદમાં નાના હોય છે અને ઇલેક્રટીક ટ્રેક પર ચાલે જેને કારણે રેલવેને ડબલ સ્ટેક કાર્ગો ચલાવવામાં મદદ મળી છે અને તેમની આવકમાં આશરે પ૦ ટકાનો વધારો થયો છે.ડબલ ડેક ડવાર્ક કન્ટેનરની સાઇટ ૬ ફુટ ૪ ઇંચની હોય છે. સાઇઝમાં નાના હોવા છતાં ડવાર્ક કન્ટેનરની ક્ષમતા ૩૦,૫૦૦ કિલોગ્રામની હોય છે.ડવાર્ક કન્ટેનરની ઉપયોગથી રેલવે ટ્રાન્સપોર્ટ કિફાયતી થયું હોવાથી વિવિધ ઉઘોગોની ટ્રાન્સપોર્ટની કિંમતમાં પણ ઘણો ઘટાડો થશે.