રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સામાજીક ઉતરદાયિત્વના ભાગરૂપે તાજેતરમાં અનંત અંબાણીના જન્મદિનની વિશિષ્ટ ઉજવણીરૂપે પશુપાલન પ્રવૃતિઓ વિશે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલું આ પ્રદર્શન રિલાયન્સ ફાઉન્ડેશન સંચાલિત પશુ હોસ્પિટલ, પડાણા ખાતે યોજાયું હતું. પશુ ચિકિત્સા અને પશુ પાલન મહાવિદ્યાલય (વેટરનરી કોલેજ), જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ તથા રાજય સરકારના પશુપાલન વિભાગના સંયુકત સહકારથી યોજવામાં આવેલા. આ પ્રદર્શનને રીફાઈનરી આસપાસના ૨૦ થી વધુ ગામોના એક હજારથી વધુ પશુ પાલકો, દૂધ ઉત્પાદકો, ગૌશાળાના સંચાલકો, માલધારીઓએ રસપૂર્વક નિહાળ્યું હતું. આ પ્રસંગે પશુપાલન કોલેજ, જુનાગઢના ડીન અને આચાર્ય ડો.ટાંક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં પશુ સાર-સંભાળ, પશુ સંવર્ધન, પોષણક્ષમ આહાર, દુધ અને દુધની બનાવટો અંગે વિવિધ સ્ટોલ ઉપર તજજ્ઞો દ્વારા વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સ્થળે અસલી ગીર ગાય, ગીર ધણખૂંટ અને ગીર વાછરડાનું નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું. જેથી માલધારીઓ આ પશુઓની ઉંચી નસ્લથી માહિતગાર થઈ શકે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.