ફોનના લોન્ચીંગ સાથે રિચાર્જની ત્રણ સ્કીમ પણ શરૂ
રિલાયન્સ જિયોએ ૩૦ ઓગસ્ટે જિયોફોન-૨ ફલેશનું વેચાણ શરૂ કરવાની ઘોષણા કરી છે. આગામી ૩૦ ઓગસ્ટ ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાથી જીઓ.કોમની વેબસાઈટ પર આ ફોનનું વેચાણ શરૂ થશે. અરબપતિ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની દુર સંચાર શાખા રિલાયન્સ જિયો દ્વારા ગત વર્ષે કંપની દ્વારા લોન્ચ કરાયેલા ૪-જી સક્ષમ ડિવાઈસ જિયોફોનનું આ અપગ્રેડેશન છે. જેને જીયોફોન-૨ ફલેશ તરીકે લોન્ચ કરાઈ રહ્યો છે. રિલાયન્સ જિઓએ અગાઉ ૧૬ ઓગસ્ટે ફલેશ સેલમાં જિયોફોન-૨ના વેચાણની જાહેરાત કરી હતી. જોકે હવે આ લોન્ચીંગ ૩૦ ઓગસ્ટે જીયોની વેબસાઈટ પર થશે.
જીયોફોન-૨ કેવી રીતે બુક કરશો:-
રિલાયન્સ જીઓ તેની વેબસાઈટ જીઓ.કોમ પર જીઓફોન-૨ ફલેશ ખરીદવા માટે ઈચ્છુક લોકોએ જીઓની વેબસાઈટ પર જવુ પડશે અને જીયોફોન-૨ પસંદ કરવો પડશે. ત્યારબાદ ગ્રાહકો પોતાના પિનકોડ લખવો પડશે અને ત્યારબાદ ચેકઆઉટ કરવુ પડશે. ખરીદનારે પોતાનું વ્યકિતગત વિવરણ જેમ કે નામ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપવો આવશ્યક છે. એકવાર આ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ગ્રાહકને પૈસા કેવી રીતે ચુકવશો તેનો વિકલ્પ બતાવવામાં આવે છે.
ગ્રાહક દ્વારા ૨૯૯૯ રૂપીયા ચુકવ્યા બાદ ઈમેઈલ કે એસએમએસ દ્વારા ઓર્ડરના પુષ્ટિકરણનો મેસેજ આવે છે. હાલના સમયમાં જીયો શ્રેણી જિયોફોન શ્રેણી અંતર્ગત ત્રણ પ્રીપેડ યોજનાઓ પ્રદાન કરે છે. આ રિચાર્જ યોજનાની કિંમત ૪૯ રૂપિયા, ૯૯ રૂપિયા અને ૧૫૩ રૂપિયા છે. જેનો ઉપયોગ જીયો ફોન દ્વારા કરવાનો રહેશે. રિલાયન્સ જીઓની વેબસાઈટ મુજબ ૪૯ રૂપિયાની સ્કીમમાં ૨૮ દિવસ સુધી ફ્રી કોલ અને ૧ જીબી ઈન્ટરનેટ ડેટાનો લાભ મળી શકે છે.
રિલાયન્સ જીઓની બીજી સ્કીમમાં ૯૯ પિયામાં ૨૮ દિવસ માટે ૧૪ જીબીના કુલ હાઈસ્પીડ ડેટાનો લાભ મળશે. તેનો મતલબ છેકે જીયોફોન-ખરીદનારને અન્ય ડેટા યુઝની સાથે ૦.૫ ડેટા પ્રતિદિન વધારાનો મળશે. જયારે ૧૫૩ રૂપિયાના પ્રિપેડ રિચાર્જમાં ૪૨ જીબી હાઈસ્પીડ ડેટાની સાથે દિવસમાં ૧.૫ જીબીનો લાભ ૨૮ દિવસ માટે મેળવી શકાશે. જિયો વેબસાઈટ મુજબ આ ત્રણેય યોજનાઓમાં ડેટા ૬૪ કેબીપીએસની સ્પીડ પર ચાલુ જ રહે છે. જયારે ગ્રાહક પોતાને મળેલો એક દિવસનો ડેટા વાપરી નાખે તો પણ તેની સેવાઓ ચાલુ રહે છે.
રિલાયન્સ જીઓએ ૧૪ ઓગસ્ટે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ટુંક સમયમાં જ મોબાઈલ એપ વોટસએપને જિયો ફોન મંચ પર રજુ કરશે. વોટસએપ હવે જિયોફોનમાં પણ ઉપલબ્ધ થશે.