- પેરિસ ઓલિમ્પિકમાં ઈન્ડિયા હાઉસ ભારતીય ખેલાડીઓ માટે ઘરથી દૂર ઘર જેવુ વાતાવરણ ઉભું કરી આત્મ વિશ્ર્વાસથી ખેલાડીઓને બનાવશે ચેમ્પિયન
- પેરિસમાં ઓલમ્પિક મહોત્સવની શરૂઆતની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વિશ્વભર ના રમત પ્રેમીઓ ની મીટ વચ્ચે આ વખતે ભારતના બેસ્ટ પર્ફોર્મન્સ નિ આશા જન્મી છે, ભારતીય એથ્લેટિક્સ આ વખતે દેશ માટે સુવર્ણચંદ્રકનો અંબાર ખડકવાના મૂડમાં છે…ત્યારે ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતાબેન મુકેશભાઈ અંબાણી ને આયોસીમાં ભારતીય પ્રતિનિધિ તરીકે સર્વાનુમતે પુન: નિયુક્ત કર્યા છે.
રિલાયન્સ ફાઉન્ડેશન ના માધ્યમથી નીતાબેન મુકેશભાઈ અંબાણી દેશના ઉભરતા કલાકારો અને રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે મહત્વનું યોગદાન આપી રહ્યા છે તેમને આઈ,ઓ,સી મા ફરીથી સર્વાનુમતે નીયુક્તિ આપવામાં આવી છે નીતાબેન અંબાણીએ પોતાની નીયુક્તિ અંગેના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈને હું ખૂબ જ ગૌરવ અનુભવું છું હું પ્રમુખ બેચરનો આભાર માનું છુ આઈ ઓ સી ના તમામ સભ્યોએ મારા પર મુકેલો વિશ્વાસ નું મને આનંદ અને ગૌરવ છે વૈશ્વિક રમતગમત ક્ષેત્રે ભારતના વધતા પ્રભાવની વિશ્વ નોંધ લઇ રહ્યું છે. ઓલમ્પિકમાં ભારતનું ગૌરવ વધશે અમે ઓલમ્પિક ચળવળને મજબૂત બનાવવા સતત પ્રયાસ કરી રહ્યા છીએ
નીતા અંબાણીની રિયો ડી જાનેરો ઓલમ્પિક ગેમ્સમાં 2016 માં પ્રથમ વખત નિમણૂક કરવામાં આવી હતી. ત્યારથી, ઈંઘઈ માં જોડાનાર ભારતની પ્રથમ મહિલા તરીકે, નીતા અંબાણીએ પહેલેથી જ એસોસિએશન માટે ખૂબ અસરકારક કાર્ય કર્યા છે, જ્યારે ભારતની રમતગમતની મહત્વાકાંક્ષાઓ અને ઓલિમ્પિક વિઝનને પણ વ્યાપક બનાવ્યું છે,
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન તરીકે, નીતા અંબાણી કરોડો ભારતીયોને સંસાધનો અને તકોથી સશક્ત બનાવવા માગે છે. તે રમતગમત, શિક્ષણ આરોગ્ય, કલા અને સંસ્કૃતિમાં વિવિધ ક્ષેત્રોમાં વિકાસ માટે સતત ચેતનાશીલ રહે છે સમગ્ર દેશમાં લોકોના જીવન ધોરણ સુધારવા ના તેમના પ્રયત્નો હવે ફળદાયી બન્યા છે.
રિલાયન્સ ફાઉન્ડેશન ભારતની ખેલકૂદ પ્રવૃત્તિને આગળ ધપાવવામાં મોખરે છે અને તેની શરૂઆતથી જ ભારતમાં 22.9 મિલિયનથી વધુ બાળકો અને યુવાનો ને આવરી લેવામાં સફળ થઈ છે.
રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી નીતાબેન અંબાણીએસમગ્ર ભારતમાં વિવિધ પ્રકારની રમતોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ખાસ કરીને દૂરના સ્થળોએ જ્યાં રમતગમત અને સાધનો પણ ઉપલબ્ધ નથી તેવા વિસ્તારોમાં બાળકોને રમત માટે તમામ સાધન સુવિધાઓ ઉપલબ્ધ કરાવી.
ફાઉન્ડેશન પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પ્રથમવાર ઈન્ડિયા હાઉસ ખોલી રહ્યું છે. ઈન્ડિયા હાઉસ એ એથ્લેટ્સ માટે “ઘરથી દૂર ઘર જેવુ વાતાવરણ ઉભું કરશે”