નિતા અંબાણીએ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પુર પીડિતોની મુલાકાત લીધી
ગુજરાતના પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પટણ જિલ્લાની મુલાકાતે આવેલા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ જાહેરાત કરી હતી કે રિલાયન્સ ફાઉન્ડેશન જિલ્લાના સૌથી વધારે અસર પામેલા ચાર ગામોને દત્તક લેશે.
ફાઉન્ડેશન આ ગામોને દત્તક લેવા માટે અને તાત્કાલિક રાહત કાર્યથી આગળ વધીને લોકોના પુન:વસવાટ માટે જ‚રી મદદ પૂરી પાડવામાં ગુજરાત સરકાર સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યું છે. ફાઉન્ડેશન દ્વારા દત્તક લીધેલા ચાર ગામોમાં પૂરી પાડવામાં આવનાર મદદમાં નવા ઘર, શાળાઓ, આરોગ્ય સુવિધાઓ, સમાજવાડી અને અન્ય સામાજિક માળખાકીય સુવિધાઓના નિર્માણનો સમાવેશ થાય છે. ‘આ ગામોના પુન:વસવાટ માટે અમે ‚ા.૧૦ કરોડનો ખર્ચ કરીશું.’ એમ નીતા અંબાણીએ જણાવ્યું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા તેની સીએસઆર સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ૨૪ કલાકમાં જ પૂરથી અસરગ્રસ્ત ગામોની વહારે જનાર પ્રથમ કોર્પોરેટ કંપની છે. કુદરતી આપદાઓથી અસરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડવામાં રિલાયન્સ ફાઉન્ડેશન હંમેશાં અગ્રેસર રહ્યું છે. ૨૦૦૧માં અંજાર હોય કે ૨૦૧૩માં ઉત્તરાખંડ કે હવે બનાસકાંઠા, નીતા અંબાણીએ હંમેશાં વ્યક્તિગત રીતે આગેવાની પૂણી પાડી છે.
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક તથા ચેરપર્સન નીતા અંબાણીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે સમગ્ર વિસ્તારની મુલાકાત લઈને પુરમાં પોતાના ઘર ગુમાવનારા લોકોની પ્રાથમિક અને તાત્કાલિક જ‚રિયાતોનું તેમજ સમગ્ર પરિસ્થિતિનું જાત મુલ્યાંકન કર્યું હતું અને ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા બચાવ અને રાહત કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.
રિલાયન્સ ફાઉન્ડેશન તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્વયંસેવકોની ટુકડીઓ ચોવીસ કલાક કાર્યરત રહીને રાહત કિટો, ફૂડ પેકેટ, પીવાના પાણી, ધાબળા, રસોઈના વાસણોના સેટ, કપડાં તથા ઘાસચારાનું વિતરણ અસરગ્રસ્ત લોકોમાં કરી રહી છે. અંબાણીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને સમગ્ર કામગીરીની આગેવાની લીધી હતી. રિલાયન્સ ફાઉન્ડેશને ૧૫ સંસ્થાઓ સાથે જોડાઈને રાહત સામગ્રી એકત્ર કરી હતી અને તેનું વિતરણ કર્યું હતું. દૂરના વિસ્તારોમાં પુરમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે ફાઉન્ડેશને તેની ટોલ-ફ્રિ હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કર્યો હતો. અસહાય પૂરગ્રસ્તોમાં સ્વચ્છતા, આરોગ્યની કાળજી, પશુઓની સંભાળ તથા સરકાર તરફથી ઉપલબ્ધ સુવિધાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે એડવાઈઝરી મોકલવામાં આવી હતી.
પૂરગ્રસ્તો સાથે વાત કરતા નીતા અંબાણીએ તેમને સમયસર મદદની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે, “તમારા જીવન નવસર્જન માટે રિલાયન્સ ફાઉન્ડેશન હાજર છે. તમારું જીવન સારું બને તે માટે આપણે સાથે મળીને અથાગ પ્રયાસો કરીશું. આશા ગુમાવશો નહીં. શ્રધ્ધા રાખો અને બધું જ સારું થઈ જશે.
ગુજરાતમાં પુરને કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. હજારો લોકો બેઘર બન્યા છે. આજીવિકા ખોરવાઈ ગઈ છે અને મિલકતોને મોટાપાયે નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે અસર થઈ છે અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૩ હેઠળ જિલ્લાને અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. પૂર આવ્યું તે દિવસથી નીતા અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમ અસરગ્રસ્ત સમુદાયને સહાય કરવામાં અથાગ પ્રયાસ કરી રહી છે. પૂર પીડિતોને સમયસર મદદ મળી રહે તે માટે રિલાયન્સ ફા