ટેલીવિઝન-૧૮, હેવે કેબલ અને ડેન નેટવર્કને મર્જ કરશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
કેબલ બિઝનેસમાં આધિપત્ય જમાવ્યા બાદ હવે નેટ કનેક્ટિવીટીની સાથે લોકોના ઘરમાં ઈડિયટ બોકસ સાથે પણ રિલાયન્સ જોડાઈ જશે
મુકેશ અંબાણીની માલીકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આગામી સમયમાં પોતાના ટેલીવિઝન-૧૮, હેવે કેબલ એન્ડ ડેટા કોમ તથા ડેન નેટવર્ક સહિતની ત્રણ સંસ્થાઓને એક કરીને ઈલેકટ્રોનિક મીડિયા પર પકડ જમાવવા સજ્જ બનશે.
તેઓ તમામ બ્રોડકાસ્ટીંગ સંસ્થાઓને સરળ સંચાલન થાય તેવું ઈચ્છી રહ્યાં છે. કેબલ બિઝનેશમાં આધિપત્ય જમાવ્યા બાદ હવે નેટ કનેક્ટિવીટીની સાથે લોકોના ઘરમાં ઈડિયટ બોકસ સાથે પણ રિલાયન્સ જોડાઈ જશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી વર્તમાન સમયે મીડિયા હાઉસ સાથે અડકતરી રીતે જોડાયેલી છે.
જો કે આગામી વર્ષોમાં રિલાયન્સ પુરતી તાકાત સાથે મીડિયામાં આવશે અને ન્યુઝ એન્ટરટેઈનમેન્ટ ઈન્ટરનેટ સહિતના સેકટરમાં ઝી ગ્રુપની જેમ વિકાસ પામશે તેવી અપેક્ષા છે. વર્તમાન સમયે ઝી ગ્રુપ અને સન નેટવર્ક જેવા બિઝનેસ સમૂહો ભારતમાં મસમોટુ મીડિયા જગત ચલાવી રહ્યાં છે. હવે રિલાયન્સ પણ આ શ્રેણીમાં સામેલ થવા જઈ રહ્યું છે.
જેના અનુસંધાને આગામી સમયમાં વેલ્યુ ચેઈનની જેમ રિલાયન્સ કામ કરશે તેવી બિઝનેશમાં નેટવર્ક-૧૮ને આગળ ધપાવી હેથવે કેબલ એન્ડ ડેટા કોમ તથા ડેન નેટવર્કને એક છત પર લઈ અવાશે.
અહીં નોંધનીય છે કે, ડેન અને હેથવે કેબલ પાસે દેશના કુલ દોઢ કરોડ જેટલા પરિવારો સુધી પહોંચવાની ક્ષમતા છે.
આ ક્ષમતા દિન પ્રતિદિન વધી જાય છે. આ બન્ને એકમને એક કરવાી રિલાયન્સની બ્રોડ બેન્ડ કનેક્ટિવીટી વધુ મજબુત બનશે. બ્રોડબેન્ડના ૧૦ લાખ ગ્રાહકોને ફાયદો થશે.