મેન્યુફેચર કંપનીઓ 1 જાન્યુઆરીથી એક સમાન દર નહિ અમલમાં મૂકે તો તેનો બહિષ્કાર કરવાની સેલ્સમેનોની ચીમકી

જીઓ માર્ટ ઘરે-ઘરે પહોંચી રહ્યુ છે.  રિલાયન્સ જિયો માર્ટનું નેટવર્ક ધીમે ધીમે મજબૂત થઈ રહ્યું છે.  પરંતુ આ દરમિયાન જિયો માર્ટ સામે વિરોધનો અવાજ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે.  ઘરગથ્થુ સામાનના સેલ્સમેનનો આરોપ છે કે જીઓ માર્ટના આગમનથી તેમના વ્યવસાય પર ખરાબ અસર પડી છે. રિલાયન્સ સસ્તા ભાવે માલ ખરીદી તેને સસ્તા ભાવે વેચી અમારા રોટલા અભડાવી રહ્યું છે.

રિલાયન્સ જિયો માર્ટ ડાયરેક્ટ ક્ધઝ્યુમર કંપનીઓ પાસેથી સામાન ખરીદે છે.  ઉપભોક્તા કંપનીઓ રિલાયન્સને ખૂબ જ ઓછી કિંમતે ઉત્પાદનો પ્રદાન કરે છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જોડાણને કારણે ઘરગથ્થુ સામાનના સેલ્સમેનો ઉપર વિપરીત અસર થઈ રહી છે. તેવું જણાવી ભારતના હોમ ગુડ્સ સેલ્સમેનોએ મોમ-એન્ડ-પોપ સ્ટોર્સને એટલે કે કિરાણા સ્ટોર્સના સપ્લાયમાં વિક્ષેપની ધમકી આપી છે.

રેકિટ બેન્કાઇઝર, યુનિલિવર અને કોલગેટ-પામોલિવ જેવી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય સેલ્સમેન કહે છે કે ગયા વર્ષે તેમનું વેચાણ 20-25 ટકા ઘટ્યું હતું.  તેણે કહ્યું કે આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે મોમ-એન્ડ-પોપ સ્ટોર્સ એટલે કે ’કિરાના’ સ્ટોર્સ રિલાયન્સ સાથે વધુને વધુ ભાગીદારી કરી રહ્યા છે.

એક અહેવાલમાં જણાવાયું છે કે વાસ્તવમાં, જીઓ માર્ટ ઉત્પાદનો પર વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર કરીને, કંપની હવે નાના સ્ટોર્સને જીઓ માર્ટ પાર્ટનર એપ દ્વારા ઓર્ડર આપવા માટે પ્રોત્સાહિત કરી રહી છે, જે 450,000 થી વધુ કંપનીના સેલ્સમેનના અસ્તિત્વને જોખમમાં મૂકે છે. જેમણે દાયકાઓથી કામ કર્યું છે.

બીજી તરફ, રોઈટર્સના અહેવાલને ટાંકીને, ઓલ ઈન્ડિયા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશને એક પત્ર લખીને માંગ કરી છે કે ગ્રાહક કંપનીઓને રિલાયન્સ જેવા અન્ય મોટા કોર્પોરેટ વિતરકોની જેમ સમાન ભાવે ઉત્પાદનો મળવા જોઈએ.  ઓલ ઈન્ડિયા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશનના દેશમાં 4 લાખ સભ્યો છે.

ફેડરેશને ચેતવણી આપી હતી કે જો તેમના સેલ્સમેન મોમ-એન્ડ-પોપ સ્ટોર્સમાં ઉત્પાદનોનું વિતરણ કરવાનું બંધ કરી દેશે જો ભાવમાં તફાવત સરખાવવામાં નહીં આવે.  તેમજ નવા લોન્ચ થયેલા ઉત્પાદનોની સપ્લાય કરશે નહીં.  તેમણે પ્રોડક્ટ બનાવતી કંપનીઓને 1 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે.

નાના દુકાનદારોને સપ્લાય બંધ કરવાની ધમકી આપતા ફેડરેશનના પ્રમુખ ધૈર્યશીલ પાટીલે કહ્યું કે તેમણે રેકિટ બેન્કિસર, હિન્દુસ્તાન યુનિલિવર, કોલગેટ અને અન્ય 20 ગ્રાહક કંપનીઓને પત્રો મોકલ્યા છે.  તેમણે કહ્યું કે રિલાયન્સ સાથેના આ કરાર પર ત્રણ ઉપભોક્તા કંપનીઓમાંથી કોઈએ જવાબ આપ્યો નથી.

ભારતમાં, મોમ-એન્ડ-પોપ સ્ટોર્સ, એટલે કે ’કરિયાણા’ રિટેલ માર્કેટમાં 80% હિસ્સો ધરાવે છે, જે લગભગ 900 બિલિયન ડોલર છે.  હાલમાં, દેશના 150 શહેરોમાં લગભગ 3,00,000 રિલાયન્સ પાર્ટનર સ્ટોર્સ છે.  એટલું જ નહીં, રિલાયન્સે વર્ષ 2024 સુધીમાં 10 મિલિયન પાર્ટનર સ્ટોર્સ રાખવાનું લક્ષ્ય રાખ્યું છે.  મોમ-એન્ડ-પોપ સ્ટોર એ એક જ પરિવારના સભ્યો દ્વારા માલિકી ધરાવતો અને સંચાલિત નાનો રિટેલ સ્ટોર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.