જે મારતું એ પોસ્તુ અને પોસ્તુએ મારતું !!!
જીઓનો નેટ નફો 28 ટકા વધી 4638 કરોડે પહોંચ્યો , આરઆઈએલના નેટ નફાની સામે જીઓ અવ્વલ : મુકેશ અંબાણી ‘અંબાડી’ પર !!!
કરલો દુનિયા મુઠ્ઠી મેં આ વાક્યને સાર્થક કરતું રિલાયન્સની સફળતાની ગાથા અનોખી છે અને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતી છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને રિલાયન્સ સાથે જોડાયેલા છે પરંતુ એક ભાઈ હાથીની અંબાડી ઉપર બેસે છે જ્યારે બીજો ભાઈ દેવાળુ ફૂકે છે આ તફાવત શું કામે ? એ વાત નક્કી છે કે જે વ્યક્તિ અને જે કંપની સમય સાથે પરિવર્તન સાથે તે જ વ્યક્તિ અને તે જ ઉદ્યોગ સફળતા હાંસલ કરે છે આરકોમ ની વાત કરવામાં આવે તો સમય પૂર્વે જ અનિલ અંબાણીએ આ ઉદ્યોગ ઉભો કર્યો પરંતુ જે સફળતા મળવી જોઈએ તે ન મળી શકે તો બીજી તરફ ટેલિકોમ ક્ષેત્રમાં જ મોટાભાઈ મુકેશ અંબાણીએ જીઓ શરૂ કર્યું અને તે હાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કરતા પણ વધુ નફો રળી આપે છે. એ પાછળનું પ્રમુખ કારણ એ છે કે મુકેશ અંબાણી સમય સાથે તાલમેલ મેળાવ્યો છે.
આરકોમ શરૂ કરતાં પહેલાં મુકેશ અંબાણીએ પણ અનિલને ટકોર કરતા ટેલિકોમ ક્ષેત્રે ન ઝંપલાવવા જણાવ્યું હતું પરંતુ માર્કેટની દિશા અને દશા ને ઓળખવામાં ખાધેલા અનિલ અંબાણીની કંપની નાદારી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે રિલાઇન્સ ઇન્ડસ્ટ્રીએ યોગ્ય રીતે પોતાનું નેટવર્ક પણ ઉભું કર્યું છે.
રિલાયન્સ ઝીરો ડેટ કંપની એ સમયે બની કે જ્યારે સમગ્ર વિશ્વ લોકડાઉનમાં સપડાયું હતું જેની પાછળ મુખ્ય કારણ એ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની દૂરદ્રષ્ટિ અને સમય સાથે તાલમેલ મેળવવાની કળા કંપનીને સફળતાના શિખરો સર કરાવી રહી છે. ઓન્લી વિમલ થી શરૂ થયેલું રિલાઇન્સ આજે દરેક ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે અને હવે આવનારા સમયમાં કંપની દરેક કિલોમીટર પોતાની દુકાન ઉભી કરવા માટે પણ હાલ સજ્જ થઈ છે.
એક સમય રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે રીતે પોતાનું આધિપત્ય સ્થાપિત કરી ઉતરોતર નફો રડતું હતું તેમાં હવે થોડો બદલાવ આવ્યો છે. એમાં રિલાયન્સ જીઓ હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કરતા પણ વધુ નફો રળી ને આપે છે. ત્રીજા ક્વાર્ટરમાં જીઓએ 28 ટકા નો વધારો કર્યો છે જ્યારે રિલાઇન્સ નો નેટ નફો 15 ટકા જેટલો ઘટ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ ડિસેમ્બર 2022ના પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા.
કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફીટ વાર્ષિક ધોરણે 13.30 ટકા ઘટીને રૂપિયા 17,806 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂપિયા 20,539 કરોડનો નેટ પ્રોફીટ નોંધાવ્યો હતો. તેમની કામગીરીમાંથી આવક વધીને રૂપિયા 220,592 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના રૂપિયા 191,271 કરોડ કરતાં 15.32 ટકા વધુ છે.
કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ‘તમામ સેગમેન્ટોએ વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિમાં ફાળો આપ્યો છે. તમામ વ્યવસાયોમાં અમારી ટીમે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે.’ કંપનીએ જણાવ્યું હતું કે ‘તેનો ઇબીટા વાર્ષિક ધોરણે 13.5 ટકા વધીને રૂપિયા 38,460 કરોડ થયો છે. ડિજિટલ બિઝનેસમાં સબસ્ક્રાઇબર બેઝમાં વૃદ્ધિ, વપરાશ બાસ્કેટમાં વૃદ્ધિ અને અન્ય વ્યવસાયોના સારા પ્રદર્શને ઇબીટા વૃદ્ધિમાં ફાળો આપ્યો છે.’
રિલાયન્સની ટેલિકોમ કંપનીના નફામાં 28.3 ટકાનો વધારો નોંધાયો છે. કંપનીનો નેટ પ્રોફીટ એક વર્ષ અગાઉ રૂપિયા 3,615 કરોડથી વધીને રૂપિયા 4,638 કરોડ થયો હતો. સપ્ટેમ્બર 2022ના રોજ પૂરા થયેલા બીજા ક્વાર્ટરની તુલનામાં ત્રીજા ક્વાર્ટર જીઓનો નેટ પ્રોફીટ 2.65 ટકા વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફીટ રૂપિયા 4,518 કરોડ હતો. જીઓ સબ્સ્ક્રાઇબર્સ ભારતની સૌથી મોટી ટેલિકોમ કેરિયર છે.
રિલાયન્સ રિટેલ દ્વારા તેના ફિઝિકલ સ્ટોરની સંખ્યામાં પણ વધારો કરી રહી છે જેમાં નવા 789 સ્ટોર ઉભા કરવામાં આવશે એટલુંજ નહીં કુલ 17225 સ્ટોર લોકો માટે ખુલા મુકવામાં આવ્યા છે. બીજી તરફ કંપનીની આવક 18.64 ટકા વધી 60096 કરોડે પહોંચ્યો છે. એટલુંજ નહીં કંપનીએ તેના વેરહાઉસની ક્ષમતા પણ વધારી દીધી છે.
નેટ નફો ઘટવાના મુખ્ય કારણો
રિલાયન્સનો ત્રીજા ક્વાર્ટરનો નફો 15 ટકા ઘટી 15792 કરોડ રૂપિયા એ પહોંચ્યો છે. જે ગત વર્ષે 18549 કરોડ નોંધાયો હતો. ત્યારે નેટ નફો ઘટવાનું કારણ નાણાકીય ખર્ચમાં વધારો કે જે 36.4 ટકા વધ્યો, બીજી તરફ ગ્રીન એનર્જીની સાથે ટેલિકોમ અને રિટેલ વ્યાપારમાં વધુ ફંડનો ઉપયોગ કરવા , ડિજિટલ સર્વિસ ઉદ્યોગમાં ઘસારો 32.6 ટકા જે વધ્યો તેનાથી નેટ પ્રોફિટ 15 ટકા ઘટ્યો છે.
રિલાયન્સ જીઓ એટેલે જીઓ ‘જી ભરકે’
હાલ સાંપ્રત પરિસ્થિતિમાં રિલાઇન્સ એટલે જીઓ જી ભર કે પરંતુ ખરા અર્થમાં રિલાયન્સનું જે જીઓ છે એ જીઓ સફળતાની સર્વોચ સીડીઓ સર કરી રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નો જેટલો નેટ નફો થઈ રહ્યો છે તેનાથી વધુ જીઓ નફો રળીને આપે છે. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે સમય ને ધ્યાને લઇ મુકેશ અંબાણી દ્વારા રિલાઇન્સ જીઓની શરૂઆત કરવામાં આવી હતી જે હાલ કંપનીને ઘણો ફાયદો પણ પહોંચાડી રહ્યું છે અને ટેલિકોમ ક્ષેત્રે જીઓ એ પોતાનું આધિપત્ય પણ ઊભું કર્યું છે.
જીઓ બાદ રિલાયન્સ ટ્રેડિંગ ક્ષેત્રે પોતાનું આધિપત્ય ઉભું કરશે
હાલ રિલાયન્સ ની શરૂઆત જુઓ તો ઓન્લી વિમલ થી શરૂ થયા બાદ કંપની ઉર્જા ક્ષેત્રે ક્રૂડ ઓઇલ ક્ષેત્રે ત્યારબાદ ટેલિકોમ ક્ષેત્રે અને હવે સર્વિસ ક્ષેત્ર બાદ ટ્રેડિંગ ક્ષેત્રે આગળ આવી રહ્યું છે. હાલ રિલાયન્સ એ નવો લક્ષ્યાંક સાધ્યો છે અને જણાવ્યું છે કે પ્રતિ 10 કિમિના અંતરે રિલાઇન્સ પોતાની એટલે કે ખુદ કી દુકાન ઉભી કરશે જેનાથી નાના વ્યાપારીઓને ઘણો ફાયદો પહોંચશે. આ નિર્ણય પણ રિલાઇન્સ ને સતત સફળતા અપાવવામાં કારગત અને ઉપયોગી નીવડશે.
રિલાયન્સે સમય સાથે પરિવર્તન સાધ્યું
સમગ્ર વિશ્વમાં રિલાયન્સ એ સફળતા હાંસલ કરી ડંકો વગાડ્યો છે જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે રિલાયન્સ એકમાત્ર કંપની એવી છે કે જેને પરિવર્તન ની સાથે આગળ આવ્યા છે જે સમયે જે ઉદ્યોગ ઉભો કરવાની જરૂરિયાત હતી તે સમયે ઝેરીલાઈન છે જે તે ઉદ્યોગમાં ઝંપ લાવ્યું છે અને પરિણામે સતત સફળતા હાંસલ કરી છે. સફળતાનું જો સૌથી મોટું કોઈ કારણ હોય તો તે એ છે કે રિલાયન્સનું પરિવર્તન સાથે ચાલવું.