આફ્રિકાના મોઝાંબિકામાં ૨૦ દિવસ પહેલાં અપહરણ થયા બાદ હેમખેમ મૂકત
મુળ પોરબંદરના વતની અને આફ્રિકા સહિતના દેશોમાં બિજનેશ ધરાવતા જાણીતા ઉદ્યોગપતિ રીઝવાન આડતીયાનું ૨૦ દિવસ પહેલાં થયેલા અપહરણ બાદ તેનો છુટકારો કરવામાં આવ્યો છે. અપહૃતની મૂક્તિ થતા આડતીયા પરિવાર અને તેમના સગા-સંબંધીઓમાં હર્ષની લાગણી ફેલાઇ છે.
પોરબંદર ખાતે ૧૯૬૭માં જન્મેલા રીઝવાન આડતીયા આફ્રિકા ખંડના અનેક દેશમાં વ્યાપાર વિકસાવી મોટા ઉચા શિખર સર કરનાર રીઝવાન આડતીયાનું ૨૦ દિવસ પહેલાં મોઝાંબિકાના માપુટો ખાતેથી કેટલાક શખ્સોએ અપહરણ કરી તેમની કિંમતી કાર જંગલ વિસ્તારમાં રેઢી મળી આવ્યા બાદ અપહૃત રીઝવાન આડતીયા કે તેના અપહરણકારની ભાળ મળી ન હતી.
રીઝવાન આડતીયાની મોઝાંબિકા ખાતે થયેલા અપહરણના સમાચારથી પોરબંદર રહેતા તેમના પરિવારજનો ચિંતીત બન્યા હતા. ૨૦ દિવસના લાંબા સમય બાદ રીઝવાન આડતીયાનો છુટકારો થતા તેના પરિવારમાં આનંદ સાથે હર્ષની લાગણી ફેલાઇ છે.
રીઝવાન આડતીયા પોરબંદર ખાતે ૧૬ વર્ષની ઉમરે ખાનગી કંપનીમાં નોકરીની શરૂઆત કરી ત્યારે તેઓનો પ્રથમ પગાર ૧૭૫ રૂપિયા મળ્યો હતો. આફ્રિકા ખંડમાં સ્થાયી થઈ ૨૦૦૦ કરોડથી વધુ પોતાની કંપની વાર્ષિક ટન ઓવર ધરાવે છે. મોલ અને સુપર માકેટનો બહુ મોટો બિજનેશ ધરાવતા રીઝવાન આડતીયા પોતાના માટે વતન પોરબંદરનું ઘણુ મહત્વ હતું તેઓ ગુજરાતના અનેક સિનિયર સિટીઝનને સિંગાપુર અને મલેશીયાની ટુર કરાવે છે. રીઝવાન આડતીયા ફાઉડેશન સંસ્થા હેઠળ અનેક સેવાકીય કાર્ય કરી રહ્યા છે. ૨૦૧૭માં વૃધ્ધાશ્રમ સહિતના ૫૦ જેટલા સિનિયર સિટીઝનોને વિદેશ યાત્રા કરાવી છે. તેમજ પાસપોર્ટ, બેગ, કપડા, મેડિકલ અને વયોવૃધ્ધ માટે વ્હીલ ચેર સહિતની ચિજ વસ્તુનું વિતરણ કરી ૫૦ ડોલર રોકડ સહાય આપે છે.
રીઝવાન આડતીયા બિઝનેશમેનની સાથે સાથે મોટીવેશન સ્પીકર તેઓ છે. હકારાત્મક જીવન કેવી રીતે જીવવું તે અંગેના તેઓ વિદેશમાં લેકચર આપે છે. ઈશ્વરે જે કંઇ આપ્યું છે તેનો થોડો ભાગ જરૂરીયાત મંદની પાછળ વાપરવો જોઇએ તેવો તેમનો જીવન મંત્ર રહ્યો છે.