પાક.ની જાસુસી કર્યાની શંકાના આધારે પુછપરછમાં ધડાકો
હની ટ્રેપમાં ફસાઈને જવાને જાસૂસી કર્યાની શંકાી શરૂ થયેલી BSFના બે જવાનોની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે, સરક્રિકમાં તહેનાત કોન્સ્ટેબલ કક્ષાના જવાને કેટલાક સીમકાર્ડ અને મોબાઈલનો ઉપયોગ માત્ર એક જ ફોન કરવા માટે કર્યો હતો. એટલું જ નહીં, આ જવાન અગાઉ સેટેલાઈટ ફોન વાપરતો હોવાની શંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. જો કે, સેટેલાઈટ ફોનની વાતનું અધિકારીઓ સર્મન આપતા નથી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, બે પૈકી એક જવાન કે જે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હતો તેને ભુજમાં પણ કેટલાક ચોક્કસ લોકો સાથે સંબંધ હોય તેમનું પણ સર્વેલન્સ શરૂ કરાઈ દેવાયું છે. નોંધનિય છે કે, બન્ને જવાન છેલ્લા પાંચ વર્ષથી અહીં તહેનાત છે. હાલ જે જે ફોન અને સીમકાર્ડનો નાસ કર્યો છે તેની તપાસ કરવામાં આવી રહી હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું.
કચ્છની બોર્ડર પર હની ટ્રેપમાં ફસાઈને દુશ્મન દેશ માટે જાસૂસી કર્યાની શંકાથી જે બે જવાનોની પૂછપરછ કરાઈ રહી છે. તેમાં અનેક નવા ઘટસ્ફોટ થયા હોવાનું એક ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે. આધારભૂત સુત્રોનું કહેવું છે કે, સરક્રિકમાં તહેનાત જવાન પાસેથી હાલ ૧૫ જેટલા સીમકાર્ડ મળ્યાં છે જે લગભગ તમામ અન્ય કોઈ વ્યક્તિના નામે લેવાયેલા છે. જે બી.એસ.એફ.ના અધિકારીઓને શંકા ઉપજાવી રહ્યાં છે.
એટલું જ નહીં અગાઉ પણ આ જવાને અનેક સીમકાર્ડ અને ફોન વાપર્યા હતા. જે ફોન અને સીમકાર્ડી માત્ર એક જ વાર ફોન થયાં હતા. આ તમામ ફોન અને સીમકાર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ પૂછપરછ કરી રહેલા અધિકારીઓના હાથ છેલ્લા ત્રણ વર્ષના બેન્ક એકાઉન્ટના વ્યવહારોની વિગતો પણ હાથ લાગી છે. જેમાં ૨૦૧૪થી ૨૦૧૬ સુધીમાં બે એકાઉન્ટમાં ૪૦ હજારથી માંડીને ૪ લાખ રૂપિયા સુધીના રૂપિયા જમા થયેલા છે.
આ રૂપિયા એક જમીન વેચવાથી આવ્યાંનું બી.એસ.એફ.ના જવાનનું કહેવું છે કે, જો કે, તેની પાસે જમીન હોવાની વિગતો હજુ સુધી બે.એસ.એફ.ને મળી નથી. આ ઉપરાંત તે પોતાનો મોબાઈલ નંબર પણ વારંવાર બદલતો હોય તે અનેક રીતે શંકાસ્પદ હોવાનું સૂત્રોનું કહેવું છે.બીજી તરફ ભુજમાં જેમના પર વોચ ગોઠવાઈ છે તેમની છેલ્લા બે-ત્રણ વર્ષની હિલચાલ અંગે બોર્ડર પાર કોઈ સંબંધ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે, સરક્રિકમાં તહેનાત કોન્સ્ટેબલ કક્ષાનો જવાન વર્ષ ૨૦૦૨માં બી.એસ.એફમાં આવ્યો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૦૩થી ૨૦૦૭ સુધી તે ત્રીપુરામાં તહેનાત હતો. ૨૦૦૭ થી તેની ટ્રાન્સફર પટના થઈ હતી. ૨૦૧૨માં પટનાથી કચ્છ આવ્યાં બાદ અત્યાર સુધી અહીં જ તહેનાત હતો