પીપાવાવ કન્ટેઇનર ટ્રાન્સપોર્ટ એસોસિએશને રાજુલા પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદન

રાજુલા ઔધોગિક વિકાસની હરણફાળ ભરતું ઔધોગિક વિસ્તાર આવેલ છે અને રાજુલા-જાફરાબાદની આજુબાજુમાં મહાકાય કંપનીઓ આવેલી હોય જેના કારણે રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ઉધોગ ખુબ જ વિકાસ પામેલ છે પરંતુ છેલ્લા એક-બે વર્ષથી રાજુલા-જાફરાબાદને જોડતા રોડ જેવા કે ઉના, મહુવા, સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા વિગેરે એપ્રોચ રોડ તદન તુટી ગયેલ હાલતમાં છે અને આ અંગે રજુઆતો કરવામાં આવે તો એવો ઉડાઉ જવાબ આપવામાં આવે છે કે હાલમાં ફોર વે રોડની કામગીરી ચાલુ હોય જે તૈયાર થઈ જશે પરંતુ આ કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહેલ છે.

જેમાં જે એપ્રોચ રોડ તુટેલી હાલતમાં છે તે વધુ તુટવા પામેલ છે પરંતુ ફોરવે રોડના નામ નિશાન નથી અને બે-ત્રણ વર્ષમાં તૈયાર થઈ જશે તેની પણ ખાત્રી નથી. જેથી આ રોડ ઉપરથી પસાર થતા વાહનોને પારાવાર મુશ્કેલીઓ ઉભી થયેલ છે અન આ તુટેલ રોડના કારણે વારંવાર અકસ્માતો બનવા પામેલ છે. આ રોડનું સમારકામ કરવું ખુબ જ આવશ્યક બનેલ છે જે તાત્કાલિક ધોરણે સમારકામ કરવા અથવા તો નવા બનાવવા પીપાવાવ કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસોસીએશને રાજુલા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે.

રાજુલા-ઉના રોડ ઉપર હિંડોરણા ગામ પાસે આવેલ ધાતરવડી નદી ઉપર આવેલ પુલમાં તાજેતરમાં મોટુ ગાબડુ પડેલ છે જેના કારણે આ પુલ તુટી પડશે તેવો ભય હોય જેના કારણે આ પુલ બંધ કરવામાં આવેલ છે અને આ પુલની બાજુમાંથી નદીમાંથી ડાયવર્ઝન કરવામાં આવેલ છે પરંતુ આ નદીમાં રેતી આવેલ હોય તથા પાણી ચાલુ હોય જેના કારણે તમામ વાહનો ફસાય જાય છે અને વાહનોનું ટ્રાફિક જામ થઈ જાય છે જેથી આ ડાયવર્ઝનમાં રોડ બનાવી અને વાહનો પસાર થાય તેવી કામગીરી કરવા પણ માંગણી કરી છે.

ઉપરોકત વિગતે તાત્કાલિક રોડ મરામત તથા ધાતરવડી નદીમાં ડાયવર્ઝનમાં રોડ બનાવવા તથા રીલાયન્સ નેવલ એન્ડ એન્જીનિયરીંગ લી. પીપાવાવ પોર્ટ પોતાની મનમાની કરીને અન્ય ભારે વાહનો ચાલવા દેતી ન હોય જેથી નાના-મોટા તમામ વાહનોને પસાર થવા દે તેવો આદેશ કરવા તથા તેવો સામે યોગ્ય કાર્યવાહી કરવા અને આ તમામ કામગીરીઓ દિન-૩માં ચાલુ કરાવવા માંગણી કરી છે જો આ કામગીરી દિન-૩માં ચાલુ કરવામાં નહીં આવ તો તમામ ટ્રાન્સપોટરો, કન્ટેનર ચાલકો, ડ્રાઈવરો, એસોસીએશનના મેમ્બરો ઈત્યાદી તેઓના વાહનો સાથે આપની ઓફિસ સામે ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ આવેદનના અંતમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.