વર્ષ 2017માં રઈશના શૂટિંગ માટે અમદાવાદ રેલવે સ્ટેશને શાહરૂખ આવ્યો, ત્યારે ધક્કામુકીમાં એકનું મોત નિપજતા શાહરૂખ સામે નોંધાયેલ કેસ કોર્ટે રદ કર્યો
વર્ષ 2017માં રઈશના શૂટિંગ માટે અમદાવાદ રેલવે સ્ટેશને શાહરુખ આવ્યો, ત્યારે ધક્કામુકીમાં એકનું મોત નિપજતા શાહરુખ સામે નોંધાયેલ કેસ કોર્ટે રદ કર્યો છે. આમ બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે.વર્ષ 2017માં બોલિવૂડ ફિલ્મ રઈશના પ્રમોશન માટે શાહરૂખ ખાન ટ્રેનમાં વડોદરા આવ્યા હતા. જ્યાં વડોદરા રેલવે સ્ટેશન પર શાહરૂખ ખાન રોકાયા હતા. આ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પર શાહરુખ ખાનને જોવા માટે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
જેમાં ધક્કામૂક્કી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.જે બાદ શાહરુખ ખાન વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિના મોત માટે શાહરુખ ખાનનું બેજવાબદારી ભર્યું વર્તન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જો કે આ એફઆઈઆર રદ્દ કરવા માટે બોલિવૂડ અભિનેતાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.આ મામલે અગાઉની સુનાવણીમાં શાહરુખ ખાનના વકીલે દલીલ કરી હતી કે, મૃતક વ્યક્તિ હાર્ટ પેશન્ટ હતો અને તેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આથી શાહરુખ ખાન વિરુદ્ધ કોઈ ગુનો જ નથી બનતો. આટલું જ નહીં, અભિનેતા મૃતકના પરિવારજનોની માફી માંગવા માટે પણ તૈયાર છે. આ સાથે જ મૃતકના પરિવારજનોને વળતર આપવાની પણ તૈયારી દર્શાવી રહ્યાં છે. જે બાદ આ કેસમાં આજે હાઈકોર્ટે ફરિયાદ રદ્દ કરીને બોલિવૂડ અભિનેતાને મોટી રાહત આપી છે.