રાજકોટ ન્યુઝ
કૌશિકભાઈએ પુસ્તકનું ખૂબ વિસ્તૃત અને સુંદર વિશ્લેષણ કર્યું.પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ,192 પાનાનું આ પુસ્તક કાવ્ય ,લેખ ,હાસ્ય લેખ ,વાર્તા વિગેરે સાહિત્યના વિવિધ પાસાઓ સાથે સમૃદ્ધ હોવાથી લોકોને ખૂબ ગમ્યું.મયૂર અંજારિયા લિખિત પુસ્તક મયૂરપંખનું વિમોચન ગઈકાલે હેમુ ગઢવી હોલ ખાતે ફૂલછાબના ભૂતપૂર્વ તંત્રી કૌશિકભાઇ મહેતાના હસ્તે થયું.
અતિથિ વિશેષ તરીકે અનુપમભાઈ દોશી તથા ગુણવંતભાઈ ડેલાવાળા ઉપસ્થિત હતા. સમાજના અગ્રણીઓ જેવા કે પ્રતાપભાઈ પટેલ,ડો.અમિત હપાણી,પ્રિયવદન કક્કડ ડો.મુકેશ પોરવાલ તથા બેંક ઓફ બરોડાના સ્ટાફ મેમ્બર્સ પણ ઉપસ્થિત હતા.પુસ્તક વિમોચન ખૂબ જ હળવા વાતાવરણમાં સંગીતના સુર સાથે રીતે સંપન્ન થયું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચૈતન્ય ભાઈ અંજારિયા ભરતભાઈ અંજારિયા અને ડોક્ટર વિભાકર વછરાજાની પરિવારની જહેમત હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હર્ષલ માકડે તેની વિશિષ્ટ શૈલીમાં કર્યું હતું.
છેલ્લા 50 થી પણ વધુ વર્ષોથી હું લખું છું : મયુરભાઈ અંજારિયા
મયુરપંખ પુસ્તકના લેખક મયુરભાઈ અંજારિયા અબતકને જણાવે છે કે છેલ્લા 50 થી પણ વધુ વર્ષોથી હું લખું છું.મને વિચાર આવ્યો કે મેં લખેલી રચનાઓને એક સાથે એક જ જગ્યાએ લાવી જોઈએ,જેથી મેળા પુસ્તકની રચના કરી છે.આ પુસ્તકમાં કાવ્ય ,લેખ ,હાસ્ય લેખ ,વાર્તા વિગેરે સાહિત્યના વિવિધ પાસાઓ સાથે સમૃદ્ધ હોવાથી લોકોને ખૂબ ગમ્યું તથા ભાવિ પેઢીને પણ કંઈક શીખવા મળશે.