‘રાજકોટના ધર્મસ્થાનો એક આધ્યાત્મિક્ વારસો’ પુસ્તકમાં શિવજીના ૨૩ સ્થાનો, હનુમાનજીના ૧૦ સ્થાનો, શકિતઓના ૪ સ્થાનો સહિત અનેક ધાર્મિક જગ્યાઓનો રોચક ઈતિહાસ રજૂ કરાયો: લેખક પ્રવિણ વ્યાસનો આજે જન્મદિવસ, ૭૦માં વર્ષમાં મંગલપ્રવેશ
હજારો લોકોના આસ્થાના પ્રતિકસમાં રાજકોટના ધર્મસ્થાનોનો સંક્ષિપ્ત પરિચય કરાવતું કે જેમાં જે તે મંદિરની સ્થાપનાનો સમય-તેનો પુર્વ ઈતિહાસ, જે ઘણા લોકો નથી જાણતા તેવા સ્થાનોની વિગતવાર માહિતી આપતુ પુસ્તક એટલે ” રાજકોટના ધર્મ સ્થાનો એક આધ્યાત્મિક વારસો
પુસ્કમાં કુલ ૫૧ સ્થાનોનો પરીચય કરાયો છે, જેમાં ૨૩-સ્થાનો શીવજીના છે, ૧૦-સ્થાનો હનુમાનજીના છે. ૪- સ્થાનોમાં શકિતઓનો ઉલ્લેખ મળી, આશ્રમો-ભકિતધામ- રાજચંદ્ર સમાધિ સ્થાન, ન્યાલ ભગત આશ્રમ, કબીર મંદિર, રામકૃષ્ણ આશ્રમ, સદ્ગુરૂ રણછોડદાસ બાપુનો આશ્રમ, ગીતા જ્ઞાન મંદિર, ગીતા વિદ્યાલય, પ્રેમ મંદિર (બીશપ હાઉસ) ગુરૂદ્વારા(નાનક સાહેબ) જંકશન રોડ, ઘણી જ પુરાણી જગ્યા ” બાલકદાસ સાહેબની સમાધી (મંદિર) રણુજા મંદિર, સ્વામીનારાયણ મંદિર, પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત હરિનામ સંકીર્તન મંદિર, તેમજ જાગનાથ મહાદેવ, ભોમેશ્ર્વર મહાદેવ, રામનાથ મહાદેવ વિગેરે ધર્મસ્થાનોનો ખુબ રોચક ઈતિહાસ રજુ કરાયો છે. જે તે ધર્મસ્થાનોની તસ્વીર પણ આ પુસ્તકમાં મુકાઈ છે. જેતે સ્થાનોનું સ્થળપણ દર્શાવાળુ છે.જષથી કરી બહારથી આવતા દર્શનાર્થીઓને જાણકારી મળી રહે.
અહિંયા જે મંદિરોના, આશ્રમોના ઈતિહાસ વિશે લખાયુ છે તે જે તે મંદિરોને મહંતો ધ્વારા તેમજ કાર્યાલય દ્વારા તેમજ જેતે મંદિરોના ટ્રસ્ટી ગણ દ્વારા મળેલી માહિતીને પ્રમાણભુત ગણીને લખાયુ છે. આ પુસ્તકમાં દુહા-છંદ-ગરબા-પદ અને ભજનોને સમાવેશ કરીને આપણી સંગતીની પ્રાચીન પરંપરાને જાળવવાનો પણ પ્રયાસ થયો છે. ટુંકમાં આ પુસ્તક રાજકોટનું નજરાણું ગણી શકાય તેવુ છે. આપણા ઘેર આવતા અતિથિઓને ભેટ સ્વરૂપે સાત્વીક પ્રસાદી ગણીને આપી શકાય તેવુ આ પુસ્તક છે. જે વડિલો, બુઝર્ગો મંદિર સુધી નથી પહોંચી શકતા તેમના માટે ઘરબેઠા મંદિરોના દર્શન થઈ શકે તેવુ આ પુસ્તક છે. દરેક રાજકોટવાસીના ઘરમાં વસાવવા જેવુ આ ધાર્મીક પુસ્તક સહુને ગમે તેવુ છે. પુસ્તક લખનાર લેખક પ્રવિણભાઈ વ્યાસ આજે તેમના યશસ્વી જીવનના ૬૯ વર્ષ પુર્ણ કરી ૭૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. જેની ઠેર-ઠેરથી શુભેચ્છા મળી રહી છે. વધુમાં વધુ ધર્મપ્રેમીઓ પુસ્તક વાંચે તે હેતુથી પ્રવિણભાઈ વ્યાસની સાથે પ્રો.ડો.જે.એમ. પનારા, રમેશભાઈ વ્યાસ, અભયભાઈ વ્યાસ, શ્યામભાઈ વગેરેએ અબતક ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.