ઉંચા થાંભલા પણ અજવાળા પાથરતા ન હોવાની ઉઠતી ફરિયાદો
સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષો પહેલા સ્ટ્રીટ લાઈટના થાંભલા નાખી એને શહેરમાં અજવાળા પાથરવાનો પ્રયાસ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી આ અજવાળા પાથરવાના લાઈટો શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે અને જેનો થાંભલો ૫૦૦ ફૂટ ઊંચો છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી આ લાઈટો અજવાળા પાથરતી નથી અને આવી અનેક જગ્યાઓ પર હવા મસમોટા થાંભલાઓ ખડકી અને ઉપર જાણે સાઈડ સિંગલ આપ્યા હોય જેની માફક થાંભલા અને એના ઉપર હરતી ફરતી લાઈટો ચકેડી માર્યા કરે છે ત્યારે લોકોમાં આ થાંભલા ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે આ થાંભલામાં નખાયા પછી જેનું મેન્ટેન્સ મેન કરવાવાળા કારીગરો પણ મળ્યાને જેનો સામાન પણ ન મળ્યું અને હાલમાં શહેરમાં અનેક જગ્યાઓ પર આવા મસ મોટા થાંભલા ઊભા કરી એને જેનું મેનેજમેન્ટ પણ ન કરી શક્યા કે જેના કારીગરો પણ ન મળ્યા જેના કારણે આજે લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે લોકોનાં નાણાં આ રીતે વેડફાઈ રહ્યા છે જેનો આક્ષેપ પણ લોકોમાં થઇ રહ્યો છે ત્યારે શહેરમાં ચોકે ચો કે આવા ખડકાયેલા અનેક થાંભલાઓ હાલમાં શોભાના ગાંઠિયા બન્યા છે અને શહેરમાં નડતર પણ બન્યા છે તો હાલમાં જેનું મેન્ટેનન્સ મેન ન કરી શકતી નગર પાલિકા જેના કારીગરો પણ ન શોધી શકી જેના કારણે લાખોનો ધુમાડો થયો છે ત્યારે આવા અનેક જગ્યાઓ પર ખડકાયેલા થાંભલા હવે ઉતારી લેવા જોઈએ તેવું નથી લાગતું નિષ્ક્રિયતાનો આવડવો પુરાવો નથી ત્યારે અનેક પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે આ જ રીતે વર્ષો પહેલા શહેરના ટ્રાફિક વ્યવસ્થા જાળવણી માટે ટ્રાફિક સિગ્નલો ખડકવામાં આવ્યા હતા જેને વર્ષોના વર્ષો વીતી ગયા આજે પણ મૃત હાલતમાં શહેરની દિવાલો પણ ન મેલા પડ્યા છે જેના પાછળ પણ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો છતાં તેનું પરિણામ શૂન્ય આવ્યું અને આજે પણ સુરેન્દ્રનગર શહેરની ટ્રાફિક સમસ્યા યથાવત જ રહેલી છે આ લખાયેલા સિંગલો એક માસ પણ ચાલ્યા નથી.