કોરોના વાઈરસની વધુ અસર માત્ર ચીનમાં જ છે અન્ય દેશોમાં નહિ; ટુર રદ કરતાં પૂર્વે યોગ્ય માર્ગદર્શન મેળવી લેવા ટ્રાવેલ એજન્સીઓની સલાહ
ટ્રાવેલ એજન્ટોનો એક જ સૂર: કોરોનાના ખોટા ડરથી ટુર રદ ન કરો
હાલ ચીનમાં ફેલાયેલા કોરાના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ચીન ગયેલા લોકો વાઈરસથી બચવા, મોતના મુખમાંથી બચવા પોતાના દેશ, વતન ભણી પરત ફરી રહ્યા છે. તો બીજી બાજુ સહેલાણીઓ હિલ સ્ટેશન સહિત અનેક ફરવાના સ્થળોએ કે મુલાકાતે જવાનું ટાળી રહ્યા છે. કોરોના વાઈરસ થોડા ઘણા અંશે ચીન ઉપરાંત આસપાસના અન્ય દેશોમાં પણ ફેલાયો હોય જેથી લોકો ભયભીત છે.
જો કે અન્ય રાજયો કે દેશમાં ફરવા જતા સહેલાણીઓને શહેરના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોએ લોકોને ‘કોરાના હાઉ’થી બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા છે. તેઓ લોકોમાંથી કોરોના વાઈરસનો ડર દૂર કરવા સમજાવી રહ્યા છે.તેમજ કયા દેશો અને શહેરોમાં તેની અસર છે. તેનું પ્રોપર માર્ગદર્શન આપી રહ્યા છે.
ખોટી વાતોમાં આવી ટુર રદ કરવાથી ફકત કાર્યક્રમ જ નહિ પૈસાનું પણ નુકસાન જાય છે: કલ્પેશભાઇ સાવલીયા
‘અબતક’સાથેની વાતચીત દરમિયાન સ્ટેલી ટુર્સ ફોરેક્ષ પ્રાઇવેટ લી. ના કલ્પેશભાઇ સાવલીયાએ જણાવ્યું હતું કે, આપણા ગુજરાતીઓ ફરવાના ખુબ જ શોખીન હોય છે. પરંતુ ઘણી વખત ફેમીલી પ્રોબ્લેમ ના કારણે પ્લાન કેન્સલ કરતા હોય, ત્યારે હાલ ચીનમાં કોરોના વાયરસના કારણે લોકોને થોડાક ભય પ્રસર્યો છે. પરંતુ અમે તેમને યોગ્ય ગાઇડ લાઇન માર્ગદર્શન આપીએ છીએ. કોરોના વાયરસ અત્યારે ચાઇના પુરતુ જ સીમીત છે. ત્યાં હોંગકોંગ મકાઉમાં તેની ઇફેકટ છે. બીજા સિંગાપોર, થાઇલેન્ડ, દુબઇમાં લોકો ટ્રાવેલીંગ કરી રહ્યા છે હું મારી વાત કરું તો બે દિવસ પહેલા જ થાઇલેન્ડથી આવેલ હતું. ત્યાં કોઇ જગ્યાએ કોરોના વાયરસનો ભય નથી. થાઇલેન્ડનો ગર્વમેન્ટએ કોરોના જાહેર થયાના ત્રણેક દિવસમાં ચાઇનાથી આવતી જતી બધી ફલાઇટો સસ્પેનડ કરી છે. જેથી થાઇલેન્ડમાં તેનો પ્રસારો થયો નથી. અત્યારે ફેબ્રુઆરીના બુકીંગ કેન્સલ થયા છે પરંતુ સમરના બુકીંગ કેન્સર નહીં થાય તેવું લાગી રહ્યું છે. બાર ખોટી વાતોમાં આવી કેન્સલ ન કરવું તેનાથી પ્રોગ્રામ જ કેન્સલ નહી પરંતુ રૂપિયાનો પણ લોન થાય છે. તેથી સાચી સચોટ માહીતી અમે આપીએ છીએ અમે કસ્ટમરર્સને બધી જ ગાઇડ લાઇન આપી જેમાં વેધરની લઇ કયાં ડેસ્ટીનેશનમાં કયારે જવું તે સૌથી અગત્યની વસ્તુ છે આવી બધી જ માહીતી આપીએ છીએ.
અમે જે ગ્રાહક સીંગાપોર, મલેશિયા ફરી રહ્યા છે, તેમના રિવ્યુ લીધા છે, ત્યાં બધુ સામાન્ય છે: અભિનવ પટેલ
અબતક સાથેની વાતચીત દરમિયાન ફેસ્ટીવ હોલીડેના ડિરેકટર અભિનવ પટેલેએ જણાવ્યુંં હતુ કે અત્યારે કોરોના વાયરસ ચાઈનામાં તો છે પરંતુ ધીમેધીમે બીજા દેશમાં પ્રોઝીટીવ કેસ આવતા લોકોને ભય પ્રસરી રહ્યો છે. અને તેને કારણે પ્લાન કેન્સલ કરતા હોય છે. બુકીંગ કરાવતી વખતે કેન્સલેશન પ્રોસીસી, કેવા સંજોગો, બેંકેજ કમ્પેર કરે વગેરેનું ધ્યાન રાખતા હોય તેમાં પણ પ્રી બુકીંગમાં પ્રાઈઝ કમ્પેર કરતા હોય. અમારી પાસે જે બુકીંગ કરાવે તેઓ અમારી પાસે ગાઈડન્સ લે છે અને અમે તેમને સાચુ ગાઈડન્સ આપીએ. સીંગાપૂર, મકાઉ, હોગકોંગ, દુબ મલેસિયા વગેરે દેશમાં લોકો ફરવા જવાનું વધુ પસંદ કરતા હોય. ચાઈનામાં કોરોના વાઈરસને લઈને થોડા અંશે ઈફેકટ થઈ છે. જેથી લોકોમાં જે ભય છે. સીંગાપૂરમાં ઓફીશીયલ ટુરીઝમ બોર્ડમાં તેમને જાહેર કરેલ છે. ૮૪ કેસ તેમના પોઝીટીવ આવ્યા તેમાં ૫૦થી વધુ કેસ કપોર કર્યા છે. તેઓ સેફટી પર વધુ ધ્યાન આપી રહ્યા છે. ત્યાંની સેવન સ્ટાર જેન્ટીંગ ક્રુઝ છે તેને એક મહિના માટે ઓર્ડર આપી તેના ઓપરેશન બંધ કર્યા છે. અમારા ઘણા ક્સ્ટમર્સ સીંગાપોર, મલેશિયા ફરી રહ્યા છે. તેના રિવ્યૂ લેતા હોય છીએ ત્યા બધુ જ નોમલ છે. વધુ સારી રીતે ફરી શકાય છે. જયારથી અમે સમરનાં બુકીંગ લઈ લીધા ત્યારબાદ કોરોનાની ઈફેકટ થઈ છે. તેથી તેઓ લોકો કોલ કરી માહિતી મેળવે અમે તેમને જણાવ્યુંં કે ત્યાંથી હોટલ, ફલાઈટ ટીકીટ, જે બુકીંગ કરેલા છે તેઓ રીફંડ આપશે. તો અમે તેમને આપી દેશું અમે લોકોને સાચી જ માહિતી આપીએ છીએ.
સોશ્યલ મિડિયામાં ફેલાયેલા સંદેશાથી લોકોમાં વધુ ડર ફેલાયો છે: જીતેન્દ્રભાઈ વ્યાસ
અબતક સાથેની વાતચીત દરમિયાન વ્યાસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના જીતેન્દ્રભાઈ વ્યાસએ જણાવ્યુંં હતુ કે લોકોને અચાનક આવેલ ફેમેલી પ્રોબ્લેમ કે સમસ્યાને કારણે ટ્રાવેલીંગમાં ફેરફાર કરતા હોય અત્યારે કોરોના વાઈરસને કારણે થોડી ઈફેકટ છે. પરંતુ બુકીંગ નથી તેવું નથી. સારી ઈન્કવાયરી આવી છે. પરંતુ કોરોના ઈફેકટનો ભય છે. તેને લઈ રાહ જોઈ રહ્યા છે. બુકીંગ વખતે અત્યારે લોકો જે ક્ધટ્રીઝમાં જતા હોય ત્યાંની પરિસ્થિતિ ત્યાં હાલમાં કેટલો કોરોના વાઈરસ ફેલાયો છે. વગેરેને ધ્યાને લેતા હોય. પરંતુ થાઈલેન્ડ, દુબઈ સીંગાપોરમાં હજુ સુધી કોઈ કેન્સલેશન આવ્યું નથી. અમારા કસ્ટમર્સ અત્યારે સીંગાપોર , થાઈલેન્ડ ફરે છે.તેમનું કહેવું છે કે અમને કોઈ કોરોના ઈફેકટ લાગતી નથી. અત્યારે જે ફરવાની મજા આવે છે તે પહેલા નથી આવી. અત્યારે સોશ્યલ મિડિયામાં ફષલાતા મેસેજને કારણે લોકોમાં ભય, અને ડર વધુ ફેલાઈ છે. ચાઈનાની બાજુમાં હોંગકોંગ,મકાઉમાં ત્યાં ઈફેકટ છે. પરંતુ સીંગાપૂર થાઈલેન્ડ દુબઈમાં લોકો ફરે જ છે. કોઈ સમસ્યા નથી તેથી હું એજ કહીશ કે કોઈએ ડરવાની જરૂર નથી.
ચીનની બોર્ડર સીલ હોય, વિસ્તાર પ્રતિબંધિત હોય ત્યારે વાયરસ બહાર ફેલાય તેવો ગભરાટ ખોટો છે: દિપક કારીઆ
‘અબતક’સાથેની વાતચીત દરમિયાન બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. ના મેનેજીંગ ડાયરેકટર દિપકભાઇ કારીયાએ જણાવ્યું હતું કે, ટ્રાવેલીંગમાં ફેરફાર કરવાના અનેક કારણો, પરિબળો જવાબદાર હોય જેમ કે હાલમાં કોરોના વાઇરસની જોર વધુ છે. મીડીયાના હાઉના કારણે લોકો પ્રોગ્રામમાં ફેરફાર પૈસા ગુમાવીને કરી રહ્યા છે. બુકીંગ વખતે સેફટી, સિકયુરીટી મેઝર્સ જોતા હોય છીએ. જયાં કસ્ટમર્રને વાંધો થઇ શકે તેવું એક ટકા પણ શંકા હોય તો ત્યાં બુકીંગ બંધ કરી તેમને જાગૃત કરતા હોય, ચીનમાં જે કોરોના વાયરસ પ્રસરેલો છે તેની બીજા દેશો પર અસર ન થવી જોઇએ. પરંતુ થઇ રહી છે. તેમાં પણ વોટસઅપ મીડીયાના કારણે પણ ખોટી માહીતી ફરતી હોય જેમાં ૧૦ ટકા સાચી અને ૧૦ ટકા ખોટી ફરતી હોય ચાઇનામાં કોરોના વાઇરસની ઇફેકટ છે. ચાઇનાની બોર્ડર સીલ કરેલ છે. વિદેશી બધા એરડ્રાફટ એ ફલાઇટ બંધ કરી છે. બોર્ડર સીલ હોય એરિયા પ્રતિબંધીત હોય તો ચાઇનાની બહાર ફેલાઇ તે ગભરાટ ખોટો છે. જેને લઇ આખુ સાઉથ એશીયા, વિયતનામ, કમ્બોડીયા, થાઇલેન્ડ, સિંગાપુર, મલેશિયા બધી જગ્યાએ મોટી ઇફેકટ આવી છે. દુબઇ, યુરોપમાં ઇફેકટ ઓછી છે. ત્યાં લોકો આરામથી થઇ રહ્યા છે. એક ટકા ગભરાટ ચાઇના થઇ જતી સાઉથ એશિયા થઇ જતી એવી કોઇ ફલાઇટ ન લેવી. અમે અમારા ગ્રાહકોને હંમેશા ફેકટસ અને મીથના તફાવતને સમજી ખરેખર સાચું હોય તેના વિશે ગાઇડ લાઇન આપીએ છીએ.
કોરોનાની અસર સમર વેકશનમાં નહિ પડે તેવું અમારૂ માનવું છે: વિમલભાઈ મુંગરા
અબતક સાથેની વાતચિત દરમિયાન આરવી હોલિડેના ઓનર વિમલભાઈ મુંગરાએ જણાવ્યુંં હતુ કે રાજકોટના લોકો ટ્રાવેલીંગ માટે પ્રી-પ્લાનિંગ કરતા હોય. પરંતુ અચાનક આવેલ સમસ્યા વાઈરસના કારણે ટ્રાવેલીંગમાં ફેરફાર કરતા હોય. ટ્રાવેલ એજન્ટ પાસેથી બુકીંગ કરાવ્યું હોય જેમાં છ મહિના પહેલા બુકીંગ કરાવ્યું હોય તો પૂરેપૂરૂ વળતર મળતું હોય ઓનલાઈન કરતા ઓફલાઈનમાં ફાયદો થાય જેમકે કોરોના વાઈરસના કારણે ભય ફેલાયેલો છે. તો તેવા સંજોગોમાં ઈન્ટરનેશનલ ટુર્સ કેન્સલ કરાવતા હોય પરંતુ ડરવાની જરૂર નથી. ચાઈનામાં તેની અસર વધુ છે બીજા દેશમાં મહદ અંશે તેની અસર છે. બધા જ ક્ધટ્રીઝનો ગર્વમેન્ટએ એડવાઈઝરી બહાર પાડી જ છે. જેમકે સીંગાપૂર, થાઈલેન્ડ, મલેશિયા દુબઈ વગેરે ત્યાં જવા માટે સેઈફ છે. કોરોનાની અસર સમર વેકેશનમાં નહી પડે તેવું અમને લાગે છે. વધુમાં વાત કરતા જણાવ્યું કે અમારા ટુરીસ્ટો બધા જ ડેસ્ટીનેશનથી ફરી પાછા આવ્યા તેઓને કોઈ તકલીફ નથી તેઓ ભારત કરતા વધુ સેઈફ ફિલીંગ કરે છે. સીંગાપોર, મલેશિયા, હેલ્થ બાબતે ખૂબજ જાગૃત છે. અમે અમારા કસ્ટમર્સને ટુર્સ અંગે સંપૂર્ણ ગાઈડલાઈન આપીએ છીએ.
અમે ગ્રાહકને ટુર પેકેજીસનું પુરતું માર્ગદર્શન આપી રહ્યા છીએ; જયેશભાઈ કેસરીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન નીજ હોલીડેના માલીક જયેશભાઈ કેસરીયાએ જણાવ્યું હતુકે અમે ડોમેસ્ટીક તથા ઈન્ટરનેશનલ પેકેજીસ આપીએ છીએ. હાલની વાત કરૂ તો કોરોના વાઈરસને કારણે ઘણા બધા લોકો એક બીજાની વાત સાંભળી પોતાના ટુર્સ કેન્સલ કરતા હોય. પરંતુ હકિકતમાં તેના વિશે ટુર્સ એજન્ટોની સલાહ લઈ માર્ગદર્શન મેળવી પ્લાન કરવો જોઈએ બુકીંગ વખતે લોકો બધી જ માહિતી મેળવતા હોય જેમાં હોટલ, જમવાનું, ત્યાંનું વાતાવરણ વગેરેને ધ્યાન લઈ બુકીંગ કરાવતા હોય. ચીનમાં કોરોનાને કારણે બધી જ ઈન્ટરનેશનલ ટુર્સ પર અસર થઈ જ છે. અત્યારે ઈન્ક્વાયરી આવે પરંતુ જવાનું ટાળી રહ્યા છે. અમે અમારા કસ્ટમર્સને ટુર્સ પેકેજીંસ માટે પૂરતી ગાઈડલાઈન આપતા હોય છીએ ત્યાંનું વેધર, સહિતની બધી જ માહિતી આપતા હોય. હાલ અમને ઘણી ખરી ઈન્કવાયરી આવી રહી છે. અને લોકો સમર માટેના વેકેશન પ્લાન કરી રહ્યા છે અને અમે તેમને યોગ્ય માર્ગદર્શન પણ આપી રહ્યા છીએ.
કોરોનાને કારણે ટુર રદ કરી રહેલા મુસાફરોએ ટ્રાવેલ એજન્સીની સલાહ લેવી જોઈએ: પિયુષભાઈ વૈધ
અબતક સાથેની વાતચીત દરમિયાન કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલના બ્રાન્ચ મેનેજર પીયુશભાઈ વૈધએ જણાવ્યું હતુ કે હાલની વાત કરૂ તો કોરોના વાઈરસને કારણે પેસેન્જર્સ ટુર્સ કેન્સલ કરી રહ્યા અથવા મોકૂફ રાખી રહ્યા છે. ત્યાર હું તેમને એટલું જ જણાવીશ કે તેઓએ સાઉથ એશીયામાં જેમકે સીંગાપૂર, થાઈલેન્ડ, મલેશિયા, હોગકોંગ, જાપાન તો તે પ્લાનને કેન્સલ કરતા પહેલા ટ્રાવેલ એજન્સીનું અપડેટ લેવું ગાઈડ લાઈન્સ લેવી જેથી તેમને સાચી માહિતી મળી રહે અને પ્રોપર ટ્રાવેલ પ્લાન કરી શકે. એ બુકીંગ વખતે ત્યાંનું સ્ટેટસ, કરન્ટ સીચ્યુએશન પ્રમાણે ગાઈડલાઈન આપીએ છીએ. અત્યારે સોશ્યલ મિડિયા દ્વારા રૂમર્સ આવી ગયા છે. ત્યારે કસ્ટમર્સ તેના પર વધુ ધ્યાન આપે નહી ગ્રાહક ટ્રાવેલ એજન્ટને પૂછીને અપડેટ તો લે તો તેમને સાચી હકિકત મળશે. અત્યારે સાઉથ ઈસ્ટ છોડી બીજા કોઈ ડેસ્ટીનેશનમાં કોઈ એટલી ફેકટ નથી. અત્યારે જે રીતે સોશ્યલ મિડિયામાં વાયરસને લઈ વાતો વિડિયો આવતા હોય તેને વધુ ધ્યાન ન આપવું જોઈએ. અમે અમારા ગ્રાહકોને ગાઈડ લાઈન આપીએ છીએ કેવી રીતે સાવચેતી રાખવી તેમને ટ્રેઈન કરી મોકલી જેથી તેમને વાંધો ન આવે.