ક્ષણમાં સર્જાય તેવા,
ક્ષણમાં વિસરાય તેવા,
અનોખા આ સંબંધો
પલકારમાં પલટાય તેવા,
પલકારમાં ઉછેરાય તેવા,
અનોખા આ સંબંધો
વ્યક્તિને જોડી દે તેવા,
વ્યક્તિને શોધી દે તેવા,
અનોખા આ સંબંધો
નામથી ઓળખ અપાવે તેવા,
નામથી અલખામણાં કરાવે તેવા,
અનોખા આ સંબંધો
પ્રેમનો અર્થ સમજાવે તેવા,
પ્રેમનો મોહ દર્શાવે તેવા,
અનોખા આ સંબંધો
બોલીને જે બંધાય તેવા,
બોલીને જે બગાડે તેવા,
અનોખા આ સંબંધો
વાનગીને સ્વાદિષ્ટ બનાવે તેવા,
વાનગીને બેસ્વાદ બનાવે તેવા,
અનોખા આ સંબંધો
શબ્દોને શબ્દોથી જોડે તેવા,
શબ્દોને સંધિથી તોડે તેવા,
અનોખા આ સંબંધો
જવાબથી સવાલને સમજાવે તેવા,
જવાબથી સવાલને ઉદ્ભવે તેવા,
અનોખા આ સંબંધો
કહી શકાય પોતાના તેવા,
કહી શકાય બીજા માટે તેવા,
અનોખા આ સંબંધો
મનના વિચારોથી જોડે તેવા,
મનના વિચારોને સરખાવે તેવા,
અનોખા આ સંબંધો
મનુષ્યને માનવતા સમજાવે તેવા,
પ્રયાસને પરીવર્તન બતાવે તેવા,
અનોખા આ સંબંધો.