ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ તરીકે માકડિયા અને ઉપપ્રમુખ તરીકે ખાંભલા વરાયા: કોંગ્રેસ દ્વારા નવા વરાયેલા પદાધિકારીઓ ફુલહાર કરી વધાવ્યા
ભાયાવદર નગરપાલિકાની યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં ૨૪ બેઠકોમાંથી કોંગ્રેસને ૧૫ બેઠકો જયારે ભાજપને ૯ બેઠક મળતા આજે નગરપાલિકા ઉપર કોંગ્રેસે કબજો જમાવી દીધો હતો. નગરપાલિકાના સભાખંડમાં ૮ વાગ્યે ચૂંટણી અધિકારી જોષીની હાજરીમાં યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી રેખાબેન માકડિયાએ પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જયારે ભાજપ તરફથી ભાવિશાબેન ફળદુએ ઉમેદવારી નોંધાવી હતી. મતદાન થતા કોંગ્રેસેના રેખાબેન માકડિયાને ૨૪માંથી ૧૫ મત મળતા તેઓનો વિજય થયો હતો.
જયારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના બાઘાભાઈ ખાંભલાએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે સામે ભાજપના વી.સી.વેગડાએ ઉમેદવારી નોંધાવતા મતદાન બાદ કોંગ્રેસના બાઘાભાઈ ખાંભલા વિજય બનેલ. ચૂંટણી અધિકારીએ જાહેર કરેલ હતા. ચુંટાયેલા રેખાબેન માકડિયા, બાઘાભાઈ ખાંભલાને કોંગ્રેસના અગ્રણી નયનભાઈ જીવાણી, વલ્લભભાઈ માકડિયા સહિત કોંગ્રેસના અગ્રણીઓએ હારતોરા કરી અભિનંદન આપેલ હતા.