દ્વારકા જીલ્લા પંચાયતના પ્રમુખ પદે ઉપલેટા આહિર પરીવારની દિકરી ચુંટાઇ આવતા ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.

દ્વારકા જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચુંટાયેલા રેખાબેન રામભાઇ ગોરીયાનું પિયર ઉપલેટા છે ઉપલેટા નગરપાલિકાના સ્વ. પ્રમુખ ગોવિંદભાઇ સુવાની દિકરી છે. રેખાબેન ગેરીયાએ કોલેજ સુધીના અભ્યાસ ઉપલેટાની મહીલા કોલેજ કરેલ સાથે સાથે પ્રાથમીક અને ઉચ્ચ માઘ્યમિકનું શિક્ષણ ઉપલેટામાં જ લીધેલ. રેખાબેન ગેરીયાને રાજકીય વારસામાં મળેલ છે તેમ કહીએ તો નવાઇ નહી રેખાબેનના િ૫તા ઉપલેટા  નગરપાલીકાના પ્રમુખ પદે રહી ચુકયા છે.

Untitled 1 49જયારે કાકા નગરપાલિકાના વિવિધ સમીતીમાં ચેરમેન રહી ચુકયા છે. હાલ ઉપલેટા નગરપાલિકા બાંધકામ સમીતીના ચેરમેન મયુરભાઇ સુવા અને નગરપ્રાથમીક શિક્ષણ સંઘના પ્રમુખ ભાવેશભાઇ  સુવાના મોટાબેન થાય છે. રેખાબેન ગેરીયા દ્વારકા જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી સમાચાર મળતા જ ઉ૫લેટા આહિર સમાજના પ્રમુખ પ્રો. પી.ડી. ભેડા, ઉઘોગપતિ અશોકભાઇ ચંદ્રવાડીયા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત રાણપરીયા બજરંગ દળના પ્રમુખ દિનેશભાઇ સોજીત્રા નગરપાલિકા શિક્ષણ સમીતીના ચેરમેન વિક્રમસિંહ સોલંકી, ભાવેશભાઇ સુવા, ગોપાલભાઇ જોગલા, મયુરભાઇ સુવા, કિશોરભાઇ વેકરીયા , જગુભાઇ  સુવા  સહીતના આગેવાનો દ્વારકા જઇ રેખાબેન ગેરીયાને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.