જામકંડોરણા મા સવારથી જ વાદળો ની સાંતાકુકડી વચ્ચે બપોર પછી ધમાકેદાર એન્ટ્રી થતાં જામકંડોરણા ૫૫મીમી વરસાદ નોધાયો છે.જામકંડોરણા સહિત ગુજરાતભર મા ભારે આગાહી વચ્ચે છેલ્લા બેત્રણ દિવસ થી થયા આકાશ મા વાદળો નો ડહોળ યથાવત રહ્યો હતો .
આજેપણજામકંડોરણા સવારે એકાદ વરસાદી ઝાપટુ પડી જતાં જામકંડોરણા પંથક ના ખેડૂતો ની આશા જીવંત હતી પણ મન મુકી વરસાદ આજે બપોર પછી ૫૫મીમી જેટલો વરસાદ પડતાં લોકો મા આનંદ ની લાગણી વર્તાય છે વરસાદ થતાં જામકંડોરણા પંથકમાં વાતાવરણ આહલાદક બન્યું હતું વરસાદી વાતાવરણ વચ્ચે નયનરમ્ય નજારો જામકંડોરણા ની પ્રજા માણ્યો હતો. આ વરસાદ થતાં ઠંડક ની લહેર પ્રસરી ગઈ છે.
ચાલું વર્ષે ૨૯ જુન ને ૨૧ મીમી વરસાદ થયો હતો આ અંગે જામકંડોરણા મામલતદાર કચેરી કંટ્રોલરૂમમાં થી મળતી વિગત અનુસાર આગળ નો ૩૩ મીમી અને આજનો ૫૫ મીમી વરસાદ નોધાતા મોસમ નો કુલ વરસાદ ૮૮ મીમી થયો છે.