- પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો
- 15 માર્ચથી લાગુ થતા સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે
નેશનલ ન્યૂઝ : લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. નવા ભાવ શુક્રવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. અગાઉ, કેન્દ્રએ 21 મે, 2022ના રોજ કિંમતોમાં ઘટાડો કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી.
पेट्रोल और डीज़ल के दाम ₹2 रुपये कम करके देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी ने एक बार फिर साबित कर दिया कि करोड़ों भारतीयों के अपने परिवार का हित और सुविधा सदैव उनका लक्ष्य है।
वसुधा का नेता कौन हुआ?
भूखण्ड-विजेता कौन हुआ?
अतुलित यश क्रेता कौन हुआ?
नव-धर्म… https://t.co/WFqoTFnntd pic.twitter.com/vOh9QcY26C— Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) March 14, 2024
તેમણે લખ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પરિવારોનું કલ્યાણ અને સુવિધા તેમનું લક્ષ્ય છે.
લોકસભા ચૂંટણી પહેલા ગુરૂવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ 2 રૂપિયા સસ્તું થયું છે. આજે અગાઉ રાજસ્થાન સરકારે રાજ્યમાં ડીઝલ અને પેટ્રોલ પરના વેટમાં 2 ટકાનો ઘટાડો કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાથી ઉપભોક્તા ખર્ચમાં વધારો થશે અને ડીઝલ પર ચાલતા 58 લાખથી વધુ ભારે માલસામાન વાહનો, 6 કરોડ કાર અને 27 કરોડ દ્વિચક્રી વાહનોના સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, એમ મંત્રાલયે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું.