બજેટ પૂર્વે છૂટક ફુગાવાના દરને 12% થી 6% સુધી લઈ આવવાનું લક્ષ્યાંક પૂર્ણ કરી લેવાયું
દેશમાં છૂટક ભાવાંકનો ફુગાવો મોંઘવારી સતત ત્રીજા મહિને ઘટતા સામાન્ય વર્ગથી માંડી સરકાર સુધી તમામે રાહતના શ્વાસ લીધા છે. ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટી 5.72 ટકા નોંધાયો છે. જે આરબીઆઈના કમ્ફર્ટ લેવલની અંદર કહી શકાય છે. ખાસ કરીને ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડાની અસર રિટેલ ફુગાવા પર જોવા મળી છે. જો કે, ફ્યુલના ભાવોમાં વધારો જોવા મળ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટી 5.72 ટકા નોંધાયો છે. જે નવેમ્બર, 2022 માં રિટેલ ફુગાવો 5 88 ટકા હતો. ઓક્ટોબરમાં 6.77 ટકા અને સપ્ટેમ્બરમાં 7.41 ટકા હતો. ડિસેમ્બરમાં ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર ઘટીને 4.1 ટકા થયો હતો.
અગાઉ નવેમ્બર મહિનામાં તે 4.67 ટકા નોંધાયો હતો. બીજી બાજુ ઇંધણ અને વીજળીનો મોંઘવારી દર વધીને 10.97 ટકા થયો છે જે ગયા મહિને 10.62 ટકા હતો. મોંઘવારીમાં ફૂડ ઈન્ફ્લેશનનો હિસ્સો લગભગ 40 ટકા હોય છે.
ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે, ઉત્પાદકો દ્વારા વધતાં ઉત્પાદન ખર્ચનો બોજો ગ્રાહકો પણ ઠલવાઈ રહ્યો છે. તેમજ સેવાઓની મજબૂત માગને જોતાં ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકમાં કોર ઈન્ફ્લેશન વધશે. જાન્યુઆરીમાં રિટેલ ફુગાવો 5.6 થી 6 ટકાની રેન્જમાં રહેવાના એંધાણ છે. જે ડિસેમ્બર કરતાં નજીવો વધશે તેવું નિષ્ણાતોનું માનવું છે.
દેશમાં મોંઘવારી દરને અંકુશમાં રાખવા માટે આરબીઆઈએ 7 ડિસેમ્બરે રેપો રેટ રેટ વધારીને 6.25 ટકા કર્યો હતો. જે બાદ બેન્કોએ બજારના નાણાં પ્રવાહને નિયંત્રિત કરવા માટે એફડી અને એમસીએલઆર દર વધારવા પડ્યા હતા. આરબીઆઈની આગામી મોનેટરી પોલિસીની બેઠક 6-8 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાવાની છે.
ફુગાવો નિયંત્રણમાં આવતા ઔદ્યોગિક ઉત્પાદનમાં 7.1%નો વધારો!!
સત્તાવાર જારી આંકડાઓ મુજબ દેશના ઔદ્યોગિક ઉત્પાદનો નવેમ્બરમાં 7.1 ટકા વધ્યા છે. જે ઓક્ટોબરમાં 4.2 ટકાના સંકોચન સામે વધ્યા છે. નવેમ્બર, 2021માં ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન(આઈઆઈપી) 1 ટકા વધ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા આઈઆઈપી ડેટા મુજબ, નવેમ્બર 2022માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 6.1 ટકા વધ્યું હતું.સમીક્ષા હેઠળના મહિનામાં ખાણકામનું ઉત્પાદન 9.7 ટકા વધ્યું હતું અને વીજ ઉત્પાદનમાં 12.7 ટકાનો વધારો થયો હતો.
આગામી 6-8 ફેબ્રુઆરીના રોજ આરબીઆઈની મોનેટરી પોલિસીની બેઠકમાં રેપોરેટ અંગે લેવાશે નિર્ણય
દેશમાં મોંઘવારી દરને અંકુશમાં રાખવા માટે આરબીઆઈએ 7 ડિસેમ્બરે રેપો રેટ રેટ વધારીને 6.25 ટકા કર્યો હતો. જે બાદ બેન્કોએ બજારના નાણાં પ્રવાહને નિયંત્રિત કરવા માટે એફડી અને એમસીએલઆર દર વધારવા પડ્યા હતા. આરબીઆઈની આગામી મોનેટરી પોલિસીની બેઠક 6-8 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાવાની છે.