• કોર્પોરેશનના પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત: એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઇડ્સ હાલ બંધ રહેશે
  • રંગીલા રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. આવતીકાલથી કોર્પોરેશન દ્વારા “અટલ સરોવર” દ્વાર ખોલી નાંખવામાં આવશે. તેવી જાહેરાત આજે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.
  • રાજકોટ શહેરનું નજરાણું “અટલ સરોવર” મુલાકાતીઓ માટે ફરી આવતીકાલથી ખુલ્લું મુકવાનો નિર્ણય કરતા કોર્પોરેશનના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરાયો છે.
  • મુલાકાતીઓ હરવા ફરવાના સ્થળ “અટલ સરોવર” મુલાકાત લઈ નિહાળી શકશે, પરંતુ એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઇડ્સ હાલ મુલાકાતીઓમાટે બંધ રહેશે.

આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું કે આગામી પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઈ રાજકોટના શહેરીજનો તથા આસપાસના વિસ્તારોના નાગરિકો નવું નજરાણું “અટલ સરોવર” મુલાકાત લઈ અભિભૂત થાય તે હેતુસર “અટલ સરોવર” મુલાકાતીઓ માટે હરવા ફરવા તેમજ નિહાળવા માટે આવતીકાલે ગુરૂવારથી “અટલ સરોવર” ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. “અટલ સરોવર” આવેલ એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઇડ્સ મુલાકાતીઓ માટે હાલ બંધ રાખવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “અટલ સરોવર” રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા તેમજ મનોરંજન માટે એક નવું નજરાણું કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ટી.પી. સ્ક્રીમ નં.32(રૈયા) વિસ્તારમાં રૂ.136/- કરોડના ખર્ચે “અટલ સરોવર” અને એમ્યુઝમેન્ટ પાર્ક વિકસાવવામાં આવેલ છે.

“અટલ સરોવર” અંદાજે 477 મિલિયનલીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. “અટલ સરોવર” કુલ ક્ષેત્રફળ 2,93,457 ચો.મી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં “અટલ સરોવર” 7 માર્ચ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1લી-મે 2024ના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના ગૌરવવંતા દિવસથી રાજકોટવાસીઓને હરવા-ફરવાના આ નવું નજરાણું ખુલ્લું મૂકવામાં આવેલ.

“અટલ સરોવર” લોકાર્પણ બાદ “અટલ સરોવર” મુલાકાત માટે રાજકોટના શહેરીજનો તથા આસપાસના વિસ્તારોના નાગરિકોનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળેલ. પરંતુ, શહેરમાં નાના મવા રોડ પાસે આવેલ ટી.આર.પી. ગેમ ઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “અટલ સરોવર” મુલાકાતીઓ  મુલાકાત માટે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

  • “અટલ સરોવર” સુવિધાઓ
  • * ગાર્ડન, સ્પેશીયલ ચિલ્ડ્રન ગાર્ડન
  • * ફેરિસ વ્હીલ (30 મીટર એટલે કે 100 ફૂટ ડાયામીટર)
  • * બોટિંગ, ટોયટ્રેઇન
  • * વોકવે, સાઇકલ ટ્રેક, પાર્કિંગ એરિયા
  • * બે એમ્ફીથીયેટર
  • * એન્ટ્રન્સ પ્લાઝા, લેન્ડસ્કેપિંગ
  • * પાર્ટી પ્લોટ, બે (2) ફૂડ કોર્ટ, ગ્રામ હાટ
  • (શોપિંગ સેન્ટર શોપ્સ)
  • * ફ્લેગમાસ્ટ (70 તથા 40 મી. ઊંચા)

* લાઇડ એન્ડ સાઉન્ડ શો વગેરે સુવિધાઓ તથા “અટલ સરોવર” વિસ્તારમાં ગ્રામ હાટ માટે કુલ-42 દુકાનોનું નિર્માણ કરવામાં આવેલ છે. બંને ફ્લેગ પોલ પૈકી એક પોલની ઊંચાઇ 70 મીટર છે. જે ગુજરાતના ઊંચામાં ઊંચો ફ્લેગ પોલ છે. આ ઉપરાંત શોપિંગ સેન્ટર તેમજ 7 ટોઇલેટ બ્લોક છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.