ઉઘરાણીના પ્રશ્નેછ શખ્સોએ ઢીમઢાળી દીધી’તું
શહેરના આર.ટી.ઓ. પાછળ માલધારી મફતિયાપરામાં પૈસાની ઉઘરાણી બાબતે ચાર વર્ષે પહેલા થયેલી હત્યાના ગુનામાં એક શખસની માનવતાની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
વધુ વિગત મુજબ શહેરની શિવમ સોસાયટીમાં રહેતા ઉતમભાઈ શામજીભાઈ રાઠોડ નામના પ્રૌઢની માલધારી સોસાયટીમાં રહેતો રણછોડ નથુ સોલંકી સહિત છ શખસોએ તિક્ષ્ણ હથિયાર વડે ઢીમઢાળી દીધાની મૃતકના પત્ની રંજનબેન રાઠોડે ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં મૃતકે આરોપીને આપેલા ઉછીની રકમ આપવા બોલાવી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યું છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતાં જેલ હવાલે કર્યા હતા. રણછોડ સોલંકીએ કોરોનાની મહામારી અંતર્ગત ૯૦ દિવસના વચગાળાના જામીન અરજી કરી હતી. જેમાં બંન્ને પક્ષોની રજૂઆત સરકાર પક્ષે એપીપી પરાગ શાહની લેખિત-મૌખિક દલીલ ધ્યાને લઈ અધિક સેશન્સ જજ પી.એન.દવેએ માનવતાની જામીન અરજી ફગાવી દીધી છે.