જીવન શકિત સંસારનાં બધા માણસોમાં રહેલી છે, જીવવાની શકિત એટલે સર્વ વ્યાપી જીનન શકિત. ‘રેકી’ શબ્દની ઉત્પત્તિ જાપીની શબ્દ રે અને કી થી થઈ છે, રે નો અર્થ વિશ્ર્વ અને કિ-નો અર્થ શકિત થાય છે. ભારતમાં તેને પ્રાણ કહે છે. ચીનમાં તેને ચી ઉદુમાં ખર્ક અને રશિયામાં જેને બાયોપ્લાઝમાં ઉર્જા કહે છે. દરેક મનુષ્ય જયારે જન્મ લે છે, ત્યારે તેમનામાં અસિમિત ઉર્જા શકિત હોય છે, અને તે ઘીમે ઘીમે વિકાસ પામે છે.
પ્રાચીન કાળથી જ આજીવન શકિતની જાણ લોકોમાં હતી.અને તેનો ઉપચાર પદ્ધતિ સદીઓથી વિવિધ રીતે લોક ઉપયોગ થતો, વાસ્તવમાં બ્રહ્માંડમાં આ જીવન-પોષણ પધ્ધતિ સદીઓથી વિવિધ રીતે લોકોમાં પણ ચેતના શકિત અને પદાર્થની પ્રકુતિ વિશે જાણતા હતા. શરીર અને આત્માને સુસંગત કરવા અને ઉપચાર કરવા પ્રયોગમાં લેતા હતા.આ આધ્યામિક ચેતના ભારત -ચીન- જાપાન સુધી ફેલાયેલી હતી. આપણા ગૌત્તમ બુધ્ધ, ઈસુ અને આવા અન્ય ગુણીજનો સ્પર્શથી બીજાના દુ:ખોનો ઉપચાર કરતાં તે આપણે સાંભવ્યું છે, જાણીએ છીએ. આ રહસ્યોને તેઓએ ગુરૂ-શિષ્ય પરંપરા દ્વારા જાળવવાનો પ્રયાસ કર્યોે હતો.
રેકી એ શરીર માટે એનર્જી હીલિંગ માટેની ટેકનિક: તે રોગ ના મૂળ ઉપર કામ કરતી હોવાથી થોડો સમય લાગે છે: આપણા શરીર પાસે એ શક્તિ છે,જેનાથી એ પોતાને હીલ કરી શકે, એક સ્વસ્થ શરીર ઇન્ફેક્શન સામે લડે અને ઘા ને રૂજવે પણ છે: આપણું વિજ્ઞાન પણ કહે છે કે, ઊર્જા સર્વ વ્યાપી છે
રેકી એ આધ્યાત્મિક યોગ છે, જેનો પ્રારંભ જાપાની બુદ્ધ સંત મિકાઉ ઉસુઈ દ્વારા 1922 માં વિકસિત કરાઈ હતી. મુખ્ય રૂપે આ યોગ હથેળી કે હાથ દ્વારા સાજા કરવાની વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ છે: અમુક વ્યવસાયી વેદકીય સંસ્થાઓ તેને પૂર્વી વૈદક તરીકે ઓળખે છે. તે એક વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિ છે, જે સારવારમાં ઊર્જાની પૂર્તિ સીધી ઉર્જા દ્વારા જ કરવામાં આવે છે
વાસ્તવમાં આ વિશ્ર્વ વ્યાપી જીવન ઉર્જા એવી અદ્રશ્ય શકિત છે, જે જીવીત-અજીવીત વસ્તુઓમાં પ્રાણ પુરે છે, અને વિકાસ પામે છે. મનુષ્યોમાં તે શરીરના બંધારણ પહેલાજ આવે છે. અને શરીરનાં નાશ પહેલા જાય છે. આ ઉર્જા સ્વાદહીન-ગંધહીન હોય છે, છતાં તેના દ્વારા જ આપણને જીવન મળે છે. દરેક શ્ર્વાસોશ્ર્વાસમાં આપણો તેનો ઉપયોગ કરીએ છીએ,આમ છતા તેનાંથી અજાણ છીએ.
આધુનિક વિજ્ઞાન આ દરેક દિશાઓમાં વ્યાપેલી સર્વશકિતઓ માટે સર્જાય છે. સુષ્ટિનો મુળ આધાર પરમજ્ઞાનનું અંગ છે. એમણે અસ્તિત્વની એ સર્વસ્થાનો ઉલ્લેખ કર્યોે છે, જેમાં સમગ્ર સુષ્ટિ સમાયેલી રહે છે.અને એને કારણે જીવન અદભૂત બન્યું છે.આ ઉર્જા આપણી ચારે બાજુ ફેલાયેલી છે, જે આપણાં શરીર, મસ્તિષ્ક અને ભાવનાઓ ને પ્રભાવિત કરે છે.અને હા આ શકિત દરેક જીવધારી પ્રાણીઓમાં વ્યાપેલી હોય છે.
વર્તમાન પારંપરિક રેકી પદ્ધતિની શોધ 19મી સદીમાં એક જાપાની ખ્રિસ્તી ડોકટર મિકાઉ ઉસુઈ એ કરી હતી. 2500 વર્ષો પહેલાના સંસ્કૃતિ સુત્રો તથા તિબેટીયન પધ્ધતિનો અભ્યાસ કરી, તેઓએ આ ઉપચાર પધ્ધતિ જગતના ચરણે ભેંટ ધરી હતી. અમેરિકામાં રેકી ઉર્જા શકિત મેળવવા માટે અનેક પ્રકારનાં પ્રયોગો થાય છે. તેમણે કિરીલીયન ફોટોગ્રાફી દ્વારા અનુભવ કર્યોે કે ઉપચાર દરમ્યાન રેકી ચિકિત્સકના બ્રમ્હરંધ્ર માંથી પ્રવેશે છે, અને હાથ દ્વારા પ્રવાહિત થઈ સારવાર કરવાની જગ્યાએ નિષ્કામ બને છે.
ત્યારે સારવાર કરવાની જગ્યાએ હાથ રાખવામાં આવે છે ત્યારે તે શકિત ત્યાં કેન્દ્રિત થાય છે. અને તેનાથી શરીરનું સ્વ-ઉપચાર અંગ ક્રિયાશીલ બને છે જેના થકી દર્દને પીડામાં રાહત અને મુકિત મળે છે.
રેકીની ઉસુઈ પદ્ધતિ ખુબજ સરળછે. પ્રકુતિનાં એકવાર વ્યકિતને શકિત પ્રાપ્ત કરેલ વ્યકિત થઈ જાય પછી જીવન પર્યત રહે છે.જેના દ્વારા રેકી પ્રાપ્ત કરેલ વ્યકિત કોઈ પણ સ્ત્રીકે પુરૂષ રેકી સારવાર આપી શકે છે.
આ પધ્ધતિમાં રેકી દેનાર વ્યકિત બ્રમ્હાંડ માંથી ઉર્જા મેળવી પોતાનાં શરીરના માધ્ય દ્વારા સામેની વ્યકિતને રેકી આપે છે. તેમાં તેની પોતાની શકિત કે ઉર્જા વપરાતી નથી. રેકી દ્વારા સ્વયં સ્વીકારનાર વ્યકિતને જો પૂર્ણ શ્રધ્ધા-વિશ્ર્વાસ હોય તો ભૌતિક ભાવાત્મક ને માનસિક સ્તરે પણ ઉપચાર શકય બને છે. આ માટે ચિકિત્સકનું શરીર તો માત્ર માધ્યમ બને છે. આ શકિત તેનાં દ્વારા દર્દી પર હાથનોે સ્પર્શ કરવાથી પસાર થાય છે. અને પછી તેને શકિત સમર્પિત કરી ચાલી જાય છે.શરીરના જે ભાગે ઉપચાર કરવાનો હોય ત્યાં રેકી તેના માટે પોતાની જાતેજ પોતાનો રસ્તો બનાવે છે. આપણે રેકીની અસર વધુ કે ઓછી કરી શકતા નથી, રેકી પોતેજ જાણે છે કે રોગીને કયાં અને કેટલી આવશ્યકતા છે.
રેકીનો અનુભવ પ્રેમથી થાય છે. બીમાર કે રડતું બાળકમાના પ્રેમાળ સ્પર્શથી શાંત થઈ જાય છે, રોગના બિછાને પડેલ વ્યકિતનો હાથ આપણે આપણાં હાથમાં લઈ તેના સ્વાસ્થ્ય લાભની કામના કરતાં જ તેને રાહત મળે છે. આ પણ રેકીનું જ એક સ્વરૂપ છે.
રેકી આપણને સ્વાસ્થ્ય, પૂર્ણ નિષ્ઠા અને પવિત્રતા તરફ લઈ જાય છે. આ પદ્ધતિ આપણાં નકારાત્મક વિચારોનો નાશ કરે છે.આધ્યાત્મિકતાનાં સંદર્ભમાં રેકી સક્રિય રીતે કંઈ આપતી નથી પણ, તે ભાવને પુષ્ટ કરે છે. તે પ્રેતાત્માં, ભૂત-પ્રેમ વિગેરેને બોલાવવા વિશે કઈ કરતી નથી, તે સમારોહ કે માનસિક ક્રિયા વિધિ પણ કરતી નથી. રેકી ચિકિત્સક માટે કોઈ પ્રકારની ધાર્મિકતામાં વિશ્ર્વાસ કે શ્રધ્ધાની જરૂર નથી, આની કોઈ આડઅસર નથી, તે બાળક થી માંડી મોટેરાઓને આપી શકાય. સજીવ જેમકે પશુ-પંખી બાગ-બગીચા કે ખેતરને પણ આપી શકાય છે. આ પધ્ધતિને વિદેશોમાં મેડિકલ બોર્ડની માન્યતા મળી છે. માટે આનુ જ્ઞાન સમજ-શિખવું દરેક વ્યકિત માટે જરૂરી છે, એને શિખવાથી તમારૂ જીવન બદલાય જશે.વ્યકિતનાં સ્વાસ્થ્ય માટે આત્માસ્થાપન કે તમારા વિકાસ માટે આ એક અમુલ્ય શસ્ત્ર છે.
રેકીની કોઈ ચોપડી કે શાળા-કોલેજમાં શીખાઈ જતું નથી. રેકીના શિક્ષક પાસેથી જ શીખવા મળે છે. તેમાં ત્રણ સોપાન છે. પહેલી-બીજી ડીગ્રી અને માસ્ટર ડીગ્રી હોય છે. જેમાં ક્રમિક પાસે કે દુરની વ્યકિતને રેકી આપી શકે છે.
અને અંતમાં રેકીને આપણાં જીવનમાં પ્રવાહિત થવા દો તેમાં આનંદ અને સ્વાસ્થ્ય બંને પ્રાપ્ત થશે જ