આપણે સવારે જાગીને આજુબાજુની પ્રકૃતિ ઉપર નજર નાંખીએ ત્યારે એક વસ્તુ આપણને જોવા મળે કે સૂર્ય નિદત સમયે ઊગે છે આથમે છે, પૃથ્વી નિયત રફતાર ગતિથી કરે છે, સમુદ્રમાં નિયત સમયે ભરતી ઓટ આવે છે તો આ બધી વસ્તુઓ આપણને એક પ્રેરણા આપે છે, નિયમિતતા.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં આજ સિદ્ધાંત દૃઢાવતા ગ.મ.33માં વાત કરે છે મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે ? જે નિત્યે અભ્યાસ રાખીને કરે તો થાય છે.
વિદ્યાનગરમાં અભ્યાસ કરાવતાં ગણિતના મહાવિદ્વાન રેંગ્લર તરીકે ઓળખાતા ડો. નરસિંહભાઈ મૂળજીભાઈ શાહને જ્યારે તેમની સફળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેઓ પણ આ જ નિયમિતતાનો કક્કો દૃઢાવતા બોલ્યા 18 hors a day for 20 years no Sunday no holiday
1991માં ટોશીહિકો સેકો અમેરિકામાં યોજાયેલી બોસ્ટન મેરેથોન રેસમાં દોડવાની હરીફાઈ જીત્યો. એ વ્યક્તિને સફળતાનું રહસ્ય પૂછતા તેણે જણાવ્યું ફક્ત રોજ સવારે 10 કિ.મી. અને સાંજે 20 કિ.મી. દોડતો બોજી કોઈ તાલીમ લેતો નથી. પણ રોજ નિયમિત કરતો તેથી જીતી શકયો અને કદાચ એટલે કહેવાયું છે.
Slow steady wins the race
એક ભાઈને ત્યાં ભેંસને પાડી વિયાઈ. પટેલ તે પાડીને ખભે ચડાવીને મોડા ઉપર ચડે. પાડી દિવસે દિવસે મોટી થતી ગઈ. વજન પણ વધતું ગયું છતાં પટેલને રોજનો અભ્યાસ એટલે અઘરું ન પડ્યું. 6 મહિનામાં તો આખી ભેંસને ઊંચકીને મેડે ચડાવતા. એકવાર ઘેર એક મહેમાન આવ્યા. તેની સાથે શરત થઈ કે ભેંસને ઊંચકીને ઉપર મેડે ચડાવે તો રૂ. 100 મળે. પેલા પટેલને અભ્યાસ નહોતો આથી ભેંસને ઊંચકવા જતાં જાડે ફરી ગયા. જ્યારે આ પટેલે સરળતાથી ઊંચકીને મેળે મૂકી દીધી. 100 જીતી ગયા.
આમ દરેક ક્રિયામાં રોજની પ્રેક્ટિસ હોય તો અઘરી વસ્તુ પણ સરળ થઈ જાય છે. એટલે જ કહેવાયું છે Impossible is never tried. નિયમિતતા રાખીને કરવા માંડે તો કશું જ અશક્ય નથી.
બી.એ.પી.એસ. સંસ્કૃત મહાવિદ્યાલય, સારંગપુર ખાતે અભ્યાસ કરી રહેલો એ સામાન્ય વિદ્યાર્થી યાદશક્તિ પણ ઓછી પરંતુ એણે નક્કી કર્યું કે મુખપાઠ શલાકા સ્પર્ધામાં મારે ભાગ લેવો છે અને ઉત્સાહથી મંડ્યો તો શરૂઆતમાં તો ઓછી ગ્રહણશક્તિને લઈને કારિકા મુખપાઠ કરવામાં ખૂબ તકલીફ પડતી પરંતુ નિયમિતતા, સતત અભ્યાસ ચાલુ રાખ્યો અને એક એક ધારા 100-100 વખત રોજની બોલતો અને તે કારણે શલાકા સ્પર્ધામાં સંપૂર્ણ પુસ્તક મુખપાઠ (560 કારિકા) કરનાર વિદ્યાર્થીઓમાં તેનો પણ નંબર આવ્યો.
ભણતાં પંડિત નીપજે, લખતા લહિયો થાય
ચાર ચાર ગાઉ ચાલતાં, લાબો પંથ કપાય
તા. 9/8/1925ના દિવસે લખનઉ પાસે કાકોરી રેલ લૂંટને કારણે ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલને તા. 19/12/1927ના દિવસે ફાંસીની સજા થઈ. જે દિવસે એમને ફાંસી હતી તે દિવસે સવારે તે કસરત કરતા હતા. આ જોઈ જેલરને આશ્ચર્ય થયું અને પૂછ્યું તમે આજે કેમ કસરત કરો છો. આજે તો તમારે ફાંસી થવાની છે. રામપ્રસાદ કહે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી હું મારા આદર્શો મુજબ જીવવા માગું છું.
જીવનના છેલ્લા શ્વાસ સુધી નિયમિતતા ના છોડનાર ખરેખ ક્રાંતિ લાવી શકે, ક્રાંતિકારી બની શકે.
નવી દિલ્લીમાં વિશ્વનું સૌથી મોટું મંદિર અક્ષરધામ રચી વિશ્વવિક્રમ સર્જનાર વિશ્વના Most 20 influential peopleમાંના એક પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવનનો પણ આ જ સૂર હતો નિયમિતતા.
ગ્રીક તત્ત્વચિંતક એરીસ્ટોરલે કહ્યું છે કે
We are what we reputedly do, excellence, then is not an act, but habit.
આપણે વારેવારે કરીએ તે જ આપણે બનીએ છીએ, માટે શ્રેષ્ઠતા એ કાર્ય નથી પણ એક ટેવ છે.તો આવો આપણે પણ નિયમિતતાને આત્મસાત્ કરી જીવનને શ્રેષ્ઠતા સુધી પહોંચાડીએ એ જ ભગવાનને પ્રાર્થના.