રેલવે વિભાગે જાહેરાત કરી છે કે હવે 12 ઓગસ્ટ સુધી કોઇ પણ રેગ્યુલર ટ્રેન ચલાવવામા નહીં આવે. એટેલે કે 12 ઓગસ્ટ સુધી પેસેન્જર,એક્સ્પ્રેસ ટ્રેનોનું સંચાલન નહીં થાય.
જે લોકોની ટિકિટ 12 ઓગસ્ટ સુધી બુક છે તેમને રેલવે 100 ટકા રિફન્ડ આપશે. ગુરૂવારે રેલવે બોર્ડે તેનું સર્ક્યુલર જાહેર કર્યું હતું. બોર્ડના નિર્ણય અનુસાર આ સમયગાળામાં સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામા આવશે.
આ ટ્રેનોમાં 1 જુલાઇથી 12 ઓગસ્ટ વચ્ચે મુસાફરી કરવા માટે જો કોઇએ ટિકિટ બુકિંગ કરાવી હશે તો તેને કેન્સલ ગણવામા આવશે. રેલવેએ કહ્યું છે કે મુસાફરોને 100 ટકા રિફન્ડ આપવામા આવશે.
It has also been decided that all the ticket booked for the regular time-tabled trams for the journey date from 01.07.20 to 12.08.20 also stand cancelled: Railway Board https://t.co/t62D3GjOUP
— ANI (@ANI) June 25, 2020