કોબીમાં રહેલ ફાઇબર સહિતના વિટામિન્સ અને પોષક તત્ત્વો ઝડપથી ચરબીને ઘટાડીને વજન ઘટાડવામાં થાય છે મદદરૂપ
અનિયમિત આહારને કારણે શરીરમાં બિન જરૂરી ચરબીનું પ્રમાણ વધે છે. શરીરની ચરબી ઘટાડવા માટે ઘણી બધી રીતો હોય છે. તેમાંય ખાસ કરીને કોબીનું સૂપ વજન ઘટાડવા અને ચરબી ઉતારવા અક્સિર ઈલાજ છે.કોબીનું સૂપ વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થયું છે.આ સૂપ ચરબી ઘટાડવામાં પણ અસરકારક સાબિત થયું છે.રેગ્યુલર કોબીના સૂપનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ દૂર થાય છે.કોબીનું સૂપ મેટાબોલિઝમમાં ઝડપથી વધારો કરે છે.આ ઉપરાંત કોબીમા ફાઇબર સહિતના વિટામિન્સ અને પોષકતત્વો પણ હોય છે. જે શરીરને ડિટોકીસફાઈ કરી શકે છે.અને ચરબી ઘટાડે છે.
કેવી રીતે બનાવશો સૂપ
સામગ્રી
- કોબી ૨૫૦ ગ્રામ
- ડુંગળી – ૨ નંગ
- લીલા મરચા – ૨ નંગ
- ગાજર -૧
- ટામેટું – ૧
- મશરૂમ – ૧
- લસણની કળી – ૫
- ૫ -૬ કપ શુદ્ધ પાણી
- મારી પાવડર જરૂર પ્રમાણે
- સફેદ મરી પાવડર જરૂર મુજબ
- મીઠું સ્વાદ અનુસાર
- ગાર્નિશ માટે કોથમીર
- બટર જરૂર અનુસાર
રીત
એક પેન ગરમ કરો તેમાં થોડું બટર નાખી આદુ લસણની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં મીઠું મરી પાવડર નાખી થોડીવાર સાંતળો હવે તેમાં કોબી ,ગાજર ,મશરૂમ, લીલા મરચાં ટામેટું ઝીણા સમારી ઉમેરો આ તમામ સામગ્રીને થોડીવાર હલાવો. ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો.૧૦ થી ૧૫ મિનિટ મીડીયમ ફ્લેમ પર ઉકાળો ત્યારબાદ એક વાટકીમાં મકાઈનો લોટ લઈ પાણી નાખી પેસ્ટ બનાવો આ પેસ્ટને ઉકળતા સૂપમાં નાખો ત્યારબાદ બરોબર હલાવી ગેસ બન્ધ કરો રેડી છે ગરમ ગરમ કોબીનું સૂપ. ફ્રેશ ઘણાભાજીથી ગાર્નિશ કરી ઉપરથી જો જરૂર લાગે તો મરી પાવડર છાંટી ગરમ ગરમ સર્વ કરો. જરૂર લાગે તો લીલા વટાણા અને અમેરિકન મકાઈ પણ આ સૂપમાં નાખી શકાય.