અતિ આધુનિક ટેકનોલોજીથી અંગ્રેજી ભણાવવા માટેની પદ્ધતિની પેટન્ટ રજીસ્ટર કરવતા રાજકોટનાં અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક ડો. દીપક મશરૂ
અંગ્રેજી ભાષા ના વરિષ્ઠ અધ્યાપક તેમજ શૈક્ષણિક ટેકનોલોજી જેમનું આગવું પ્રદાન છે એવા ડો. દીપક મશરૂએ તાજેતરમાં ટેકનોલોજી અનેબલ્ડ ઈંગ્લીશ ટીચિંગ મેથડ પર પેટન્ટ નોંધાવી છે. સામાન્ય રીતે વિજ્ઞાન, એન્જીનીયરીંગ અને ફાર્મસી ને લગતા ફોર્મ્યુલા માટે પેટન્ટ નોંધવામાં આવતી હોય છે, ત્યારે અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક દ્વારા પેટન્ટની નોંધણી થઇ હોય એવી સૌપ્રથમ ગૌરવપ્રદ અને ઐતિહાસિક ઘટના શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવનારી હોવાનું તજજ્ઞો માની રહ્યા છે.
ઘણા વર્ષો ની અથાક મહેનત ના ફળ સ્વરૂપે આ પેટન્ટ રજીસ્ટર કરાવનાર ડો. મશરૂએ વધુમાં જણાવ્યું હતું કે આ પેટન્ટ દ્વારા ગુજરાતી લોકોને ટેકનોલોજી ના ઉપયોગથી સચોટ રીતે અંગ્રેજી શીખી શકાય તથા આવનારા સમય માં ટેકનોલોજી સાથે કદમ મિલાવી શકાય છે. ડો. દીપક મશરૂ છેલ્લા બે દાયકાથી પણ વધારે સમયથી શિક્ષણ સાથે જોડાયેલા છે અને અંગ્રેજી વિષયના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ માટે ખુબજ પ્રખ્યાત છે.
ભૂતકાળમાં ડો. દીપક મશરૂને સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવા માટે કરેલ પ્રયોગોને ધ્યાને લઇ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીએ ડો. મશરૂ ને પેડાગોજીકલ ઇનોવેશન એવોર્ડ થી સન્માનિત કાર્ય હતા. આ ઉપરાંત, ગુજરાતી લોકો માટે ફ્રી ઓનલાઈન સ્પોકન ઈંગ્લીશ કોર્ષ તથા મોબાઈલ એપ્લીકેશન દ્વારા તેમનાં યોગદાનની ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી, શ્રી વિજયભાઈ રૂપાણીએ પત્ર દ્વારા નોંધ લઇ અભિનંદન પાઠવ્યા હતા.
હાલમાં, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અને ડો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી, અમદાવાદ દ્વારા જઈઘઙઊ અંતર્ગત અભ્યાસક્રમ બનાવવા માટે ની પ્રોગ્રામ એડવાઇઝરી કમિટીમાં એમની નિમણુંક કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ ના સંદર્ભ માં જોઇએ તો આવી ટેકનોલોજી ના ઉપયોગ વડે આપણા યુવાનો વિશ્વ સાથે તાલ મિલાવી શકે તથા અંગ્રેજી ભાષા શીખવાનો હાઉ દૂર થઈ શકે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી શિક્ષણકાર્ય સરળ અને ચોકસાઈ ભર્યું બની શકે એ નિર્વિવાદ બાબત છે.વિદ્યાર્થીઓ ને કંઇક અલગ તથા નવું આપવા હંમેશા પ્રયત્નશીલ એવા ડો. મશરૂ શહેર ની મારવાડી યુનિવર્સિટી માં પોતાની સેવાઓ આપી રહ્યા છે