જેસીબી એ મોટા યંત્રો ‘મોટર વાહન’ની વ્યાખ્યામાં આવતા નથી : કેન્દ્ર સરકાર
નવા વાહનોના રજીસ્ટ્રેશન તથા ફીટનેશ સર્ટી. માટે ‘ફાસ્ટેગ’ ફરજીયાત બનાવ્યા બાદ કેન્દ્ર સરકારનો રાજયોને નિર્દેશ
કેન્દ્રના પરિવહન મંત્રાલયે રાજય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશોને પાઠવ્યો પત્ર
કેન્દ્ર સરકારે રાજયોને જણાવ્યું છે કે ડમ્પર, લોડર, પથ્થર તોડવાના યંત્રો જેવા ભારે અર્થમૂવીંગ મશીનરી (માટી હટાવાના મશીનરી)ને મોટર વાહન કાયદા હેઠળ રજીસ્ટેશન કરાવવાને બહુમહત્વના આપે આ ઉપરાંત આવા મશીનો ચલાવવા માટે લાયસન્સની પણ જરૂરી નથી તેવું જણાવ્યું છે. કેન્દ્રીય સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં આ જાણકારી આપી છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્રીય મોટર વાહન નિયમાવલી ૧૯૮૯ અનુસાર આવા ભારે યંત્રો મોટર વાહનની પરિભાષામાં આવતા નથી. આ કારણે જ વાહન મંત્રાલયે રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશોની સરકારો તથા પ્રશાસનને જણાવ્યું છે કે આવા યંત્રોને મોટર વાહન અધિનિયમ હેઠળ રજીસ્ટ્રેશન અને લાયસન્સનો આગ્રહ ન રાખવા જણાવ્યું છે.
અત્રે એ યાદ અપાવીએ કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરમાં વાહનોના રજીસ્ટેશન કરવા માટે તથા ફીટનેસ સર્ટીફીકેટ મેળવતી વખતે ફાસ્ટેગ લેવાનું ફરજીયાત કર્યું છે. અને આ માટે મંત્રાલયે દરેક રાજયોને એક પત્ર પણ પાઠવ્યો છે.
વાહન વ્યવહાર સારી રીતે ચાલે અને ટોલનાકા સહિતની જગ્યાએ ઈલેકટ્રોનીક પેમેન્ટ થાય ટ્રાફીક જામ ન થાય તે માટે કેન્દ્ર સરકારે વાહનો માટે ‘ફાસ્ટેગ’ ફરજીયાત બનાવ્યું છે. ટોલનાકા પર ટોલ ટેક્ષ કેશલેશ ટોલ ભરી શકાય અને કોરોનાનો ફેલાવો રોકી શકાય તે માટે ફાસ્ટેગ ફરજીયાત બનાવાયું છે.
ફાસ્ટેગ એ એક સ્ટીકર હોય છે જે ટોલનાકા પરથી વાહન પસાર થાય છે. ત્યારે ટોલબુથ પરનાં સેન્સર તેને વાંચી લે છે. અને ત્યાં ગોઠવાયેલા ઓટોમેટીક વ્યવસ્થાથી ‘ટોલ’ વસુલાય છે. અને ટોલ નાકા પર ટ્રાફીક જામ થતો નથી કે વાહન ચાલકે હેરાન થવું પડતું નથી.
દેશના અલગ અલગ ટોલનાકા પર ટોલ ભરવામાં ઝડપ થાય અને વાહનનોની લાંબી કતારો ન લાગે એ માટે ફાસ્ટેગ અપનાવવામાં આવેલ છે.
ભારે મશીનમાં શું ગણાય ?
માટી ફેરવવા માટેના ભારે યંત્રો અને તેના સંચાલન માટે કેન્દ્ર સરકારે સ્પષ્ટીકરણ કર્યું છે. તેમને એ જણાવીએ કે આવા મશીનોમાં ડમ્પર, લોડર, ડ્રિલ માસ્ટ, બૂલડોઝર, મોટર ગેડર તથા રોક બ્રેકર જેવા યંત્રો આ શ્રેણીમાં આવે છે.