મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની 4 દિવસની ખાસ ઝુંબેશ પૂર્ણ, તંત્રને કુલ 74,140 અરજીઓ મળી

કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ તંત્રની સરાહનીય કામગીરી, હજુ જે તે મામલતદાર કચેરી અને ઓનલાઇન કામગીરી ચાલશે

રાજકોટ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની 4 દિવસની ખાસ ઝુંબેશ પૂર્ણ થઈ છે. જેમાં તંત્રને નામ ઉમેરવા- સુધારવા સાહિતની 74, 140 અરજીઓ મળી છે. આ અરજીઓમાં 18થી 19 વર્ષના 20,140 યુવાનોની પણ અરજી છે. જેથી હવે તેઓ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

ચૂંટણી વિભાગ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.14, 21 27 અને 28ના રોજ નજીકના મતદાન મથકો ઉપર નવા ચૂંટણી કાર્ડ કાઢવાની તેમજ ફેરફાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવાનો મતદાર યાદીમાં નામ નોંધાવે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ પણ કરવામાં આવી  હતી.  તા.1/1/2022ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા યુવાનોને મતદાર યાદી નામ નોંધાવવાની તક અપાઈ હતી.

નવેમ્બર મહિના દરમિયાન મતદારો મતદારયાદીમાં નામ નોંધણી, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ ઓફિસરોને હક્ક દાવાઓ રજુ કરી શકે છે. વધુમાં મહિનાના ચાર દિવસે દરેક મતદાન મથકે આ કામગીરી કરવામાં આવી હતી.

જે અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લામાં 18થી 19 વર્ષના 20183 યુવાનોએ મતદારયાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ ભર્યું છે. જ્યારે નામ ઉમેરવાના કુલ ફોર્મ 53957 જેટલા ભરાયા છે. આ ઉપરાંત નામ કમી કરવા માટે 17298 ફોર્મ નં. 7 ભરાયા છે. જેમાં રાજકોટ પૂર્વમાં 1718, રાજકોટ પશ્ચિમમાં 1659, રાજકોટ દક્ષિણમાં 2363, રાજકોટ ગ્રામ્યમાં 3115, જસદણમાં 1621, ગોંડલમાં 2816, જેતપુરમાં 1972 અને ધોરાજીમાં 2034 ફોર્મ ભરાયા છે.

આત્યાર સુધીમાં કુલ 74140 ફોર્મ તંત્રને મળ્યા છે. જેમાં રાજકોટ પૂર્વમાં 7998, રાજકોટ પશ્ચિમમાં 13249, રાજકોટ દક્ષિણમાં 8307, રાજકોટ ગ્રામ્યમાં 17048, જસદણમાં 6889, ગોંડલમાં 7982, જેતપુરમાં 6978 અને ધોરાજીમાં 5689 ફોર્મ ભરાયા છે.

હવે સુધારા-વધારા ઓનલાઇન પણ થઈ શકશે  

મતદારોમાં નામ દાખલ, કમી કે વિગતોમાં સુધારા માટેના ઓનલાઈન માધ્યમો દ્વારા પણ કરી શકાશે. મતદારો www.nvsp.inઅથવા www.voterportal.eci.gov.in અથવા www.ceo.gujarat.gov.in પર મતદારયાદીમાં નામ છે કે નહી તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકશે. ટજ્ઞયિિં વયહાહશક્ષય ફાા મોબાઈલ એપ્લીકેશન પરથી મતદારયાદીમાં નામ છે કે, નહિ તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકાશે. હેલ્પલાઈન નંબર 11950 પરથી મતદારયાદી માટેની માહિતી મેળવી શકાશે. કલેકટરે લોકોને મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારા વધારા જેવી અનેકવિધ સુવિધાઓ માટે ઓનલાઈન એપ્લિકેશન લિંકનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.

સૌથી વધુ યુવા મતદારો રાજકોટ ગ્રામ્યમાં, સૌથી ઓછા ધોરાજી અને રાજકોટ પૂર્વમાં

રાજકોટ જિલ્લામાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારાના ખાસ ઝુંબેશના દિવસોમાં સૌથી વધુ યુવા મતદારો રાજકોટ ગ્રામ્યમાં નોંધાયા છે. રાજકોટ પૂર્વમાં 6099, રાજકોટ પશ્ચિમમાં 10364, રાજકોટ દક્ષિણમાં 5947, રાજકોટ ગ્રામ્યમાં 12967, જસદણમાં 4659, ગોંડલમાં 5405, જેતપુરમાં 4701 અને ધોરાજીમાં 3815 ફોર્મ નં.6 ભરાયા છે. આમ સૌથી વધુ ફોર્મ રાજકોટ ગ્રામ્યમાં મળ્યા છે. જ્યારે સૌથી ઓછા ફોર્મ ધોરાજી અને રાજકોટ પૂર્વમાં મળ્યા છે.

નામ ઉમેરવા- સુધારામાં સૌથી વધુ ફોર્મ રાજકોટ ગ્રામ્યએ મેળવ્યા

રાજકોટ જિલ્લામાં નામ- ઉમેરવા તેમજ સુધારા વધારાના સૌથી વધુ ફોર્મ પણ રાજકોટ ગ્રામ્યને મળ્યા છે. આંકડાઓ જોઈએ તો રાજકોટ પૂર્વમાં 7998, રાજકોટ પશ્ચિમમાં 13249, રાજકોટ દક્ષિણમાં 8307, રાજકોટ ગ્રામ્યમાં 17048, જસદણમાં 6889, ગોંડલમાં 7982, જેતપુરમાં 6978 અને ધોરાજીમાં 5689 ફોર્મ ભરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.