ખેલ મહાકુંભના સફળ ખેલાડીઓ રમશે ખેલે ઇન્ડિયામાં:શાળાકીય રમતો માટે તા. ૨૦ જુલાઈ સુધીમાં ફોર્મ ભરી શકાશે
કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રાજકોટ શહેર દ્વારા સંચાલિત શાળાકીય વાર્ષિક રમતોત્સવ અને યુથ, સાંસ્કૃતિક, ઉજવણી અને સાહસ પ્રવૃત્તિઓ વર્ષ ૨૦૧૯ અંતર્ગત વાર્ષિક મીટીંગ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી રાજકોટ શહેર દ્વારા હેમુગઢવી નાટ્યગૃહ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે યોજવામાં યોજવામાં આવી હતી.
જિલ્લા રમતગમત અધિકારી વી. પી. જાડેજાએ ખેલ મહાકુંભ તેમજ શાળાકીય રમતગમત અંતર્ગત અંડર ૧૪, ૧૭ તેમજ ૧૯ માં વિવિધ સપર્ધાઓના રજિસ્ટ્રશન અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેલાડીઓનું રજીસ્ટ્રેશન સ્કૂલ દ્વારા તેમના ડાયસ નંબર સાથે થાય તે જરૂરી છે. ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ માટે અલગ રજીસ્ટ્રેશન કરવા, તેમજ અન્ય નવી ૩૫ જેટલી શાળાકીય રમતો માટે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.જાડેજાએ જે તે સ્પર્ધા માટે ખેલાડીઓ તેમની કીટ સાથે આવે તે બાબત ખાસ સૂચન કર્યું હતું.આગામી ખેલ મહાકુંભ માટે રજીસ્ટ્રેશન તા. ૧૫ થી ઓનલાઇન શરુ થશે જે માટે શાળા દ્વારા ખેલાડીઓનું રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે. ખેલ મહાકુંભ સિવાયની અન્ય શાળાકીય રમતો માટે તા. ૨૦ જુલાઈ સુધીમાં કચેરી ખાતે ફોર્મ જમા કરાવી આપવા જાડેજાએ જણાવાયું હતુ.
વિશેષમાં શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે ગત વર્ષ ખેલ મહાકુંભમાં ૫૦ હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રશન કરાવ્યું હતું જયારે શાળાકીય રમતોમાં ૨૭ હજાર જેટલા વિદ્યાર્થીઓએ રમતોમાં ભાગ લીધો હતો.
સિનિયર કોચ રમાબેને રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન માટે આપવામાં આવતી શિષ્યવૃતિ તેમજ સહાયની માહિતી આપી હતી.જેમાં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને વાર્ષિક સ્કોલરશીપ, ડીસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, શક્તિદૂત તેમજ મહિલાઓ માટે મહિલા સ્કોલરશીપ તેમજ ઋતિક અને અન્ય સ્કોલરશીપ અંગે વધુ ને વધુ ખેલાડીઓ લાભ લે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં.
જિલ્લા યુવા વિકાસ અધિકારી વાધેલાએ કલા, સાંસ્કૃતિક અને સાહસિક પ્રવૃર્તીઓ અંતર્ગત આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વકૃત્વ સ્પર્ધા,ચિત્રકલા, ગીત-સંગીત, એકપાત્રીય અભિનય, નાટ્ય, એડવેન્ચર કેમ્પની સહીતની વિવિધ સ્પર્ધાઓની માહિતી પુરી પાડી હતી.
આ પ્રંસગે વ્યાયમ શિક્ષક સંઘના પ્રમુખ ભરતસિંહ પરમાર, ઉપપ્રમુખ ટીમ્બડીયા તેમજ વિવિધ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.