૧૨ હજારથી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન

મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે ખેડૂતોની મગફળી વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કાર્યવાહી માટે જે તે ગ્રામ પંચાયત તલાટી મંત્રી, સંબંધિત વી.સી.ઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે

ગત વર્ષની સરખામણીએ એટલે કે વર્ષ ૨૦૧૯ માં મગફળી રજીસ્ટ્રેશનની મોરબી જીલ્લાની નોંધણીની સંખ્યા ૯૮૮૭  હતી હાલ અત્યાર સુધીમાં મોરબી જીલ્લામાં ૧૨,૬૩૫ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઇ ચુક્યું છે જે ગત વર્ષની સરખામણીએ ૧૨૮ ટકા થવા જાય છે મોરબી જીલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મગફળી રજીસ્ટ્રેશન કામગીરી પુરજોશમાં ચાલુ છે મોરબી જીલ્લાના ગ્રામ્ય કક્ષાએ ૨૨૪ વી.સી.ઈ ખેડૂતોની મગફળી વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કામગીરી કરી રહ્યા છે

મગફળી રજીસ્ટ્રેશન ડેટા એન્ટ્રીમાં મોરબી તાલુકાની ૯૯ ગ્રામ પંચાયતમાંથી વી.સી.ઈ દ્વારા ૬૨ ગ્રામ પંચાયતની ડેટા એન્ટ્રી અને ટંકારા તાલુકાની ૪૫ ગ્રામ પંચાયતમાંથી વી.સી.ઈ દ્વારા ડેટા એન્ટ્રી, હળવદ તાલુકાની ૬૯ પૈકી ૫૯ ગ્રામ પંચાયત, માળિયા તાલુકાની ૪૦ ગ્રામ પંચાયતમાંથી વી.સી.ઈ દ્વારા ૨૫ ગ્રામ પંચાયત એન્ટ્રી અને વાંકાનેર તાલુકાની ૮૯ પૈકી ૧૪ ગ્રામ પંચાયતની ડેટા એન્ટ્રી સહીત કુલ ૩૪૨ ગ્રામ પંચાયતમાંથી વી.સી.ઈ દ્વારા ૨૦૫ ગ્રામ પંચાયતની ડેટા એન્ટ્રી પૂર્ણ કરેલ છે

મોરબી જીલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ જીલ્લામાં ૩,૨૪,૦૧૧ હેક્ટર પૈકી ૨૫,૪૨૯ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરાયું છે અને મગફળી રજીસ્ટ્રેશન કામગીરી સંતોષકારક રીતે થઇ રહી છે જેથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.