બાયર્સના રજિસ્ટ્રેશનનો આંકડો આગામી દિવસોમાં ખૂબ ઊંચો જશે : વિદેશના ડેલીગેશન ઉપરાંત દેશભરના વિવિધ રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં બાયર્સ ભાગ લેશે
સીરામીક્ષ એક્સપો 2019ને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સીરામીક્ષ એક્સપોમાં પધારવા માટે વિદેશના 600 અને દેશના 11 હજાર બાયર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ બાયર્સના રજિસ્ટ્રેશનનો આંકડો આગામી દિવસોમાં ખૂબ ઊંચો જવાનો છે. એક્સપોમાં વિદેશના ડેલીગેશન ઉપરાંત દેશભરના વિવિધ રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં બાયર્સ ભાગ લેવાના છે.
આગામી નવેમ્બર માસમાં તા. ૨૧ થી ૨૪ સુધી દરમીયાન ગાંધીનગર ખાતે ટાઉન હોલ પાસે આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં સીરામિક કોન્કલેવ એન્ડ એક્સપોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોલ ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ વેર અને બાથ ફિટિંગ્સ સહિતની પ્રોડક્ટ બનાવતા મેન્યુફેક્ચર્સ ભાગ લઈ શકે છે. આ એક્સપોમાં કુલ અંદાજીત ૨૦૦૦ થી વધુ બાયર્સ ફોરેનથી તેમજ વિવિધ રાજ્યોમાંથી આવવાના છે.મોરબીના સીરામીક ઉદ્યોગને વિશ્વ ફલક ઉપર ચમકાવનાર, સીરામિક એક્સપોના આયોજક તથા સીરામીક એક્સપોર્ટ માર્કેટનું રિસર્ચ કરનાર ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલના માર્ગદર્શન હેઠળ સીરામીક્ષ એક્સપો 2019ને વિદેશ ઉપરાંત કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રિય સ્તરે યોજાનાર આ સિરામિક્ષ એક્સ્પોનું પ્રમોશન વિદેશ ઉપરાંત દેશભરમાં પણ ચાલી રહ્યું છે. ફોકસ સિરામિક પ્રોડક્ટ્સ ધરાવતું દક્ષિણ એશિયાનું આ એક માત્ર એકઝીબિશન હોવાના કારણે સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા દેશની દરેક વ્યક્તિ માટે આની મુલાકાત લેવી ફરજિયાત બની જાય છે.
તાજેતરમાં એક સર્વેક્ષણમાં કેટલાક મોટા ડીલરોએ જણાવ્યું હતું કે તેઓ જે કંપની ની પ્રોડક્ટ્સ ખરીદતા હોય અને તે ભાગ ન લેતી હોય તેમ છતાં એમના માટે આ એક્સ્પો ની મુલાકાત લેવી ફરજિયાત બને છે. દેશભરમાં સિરામિકસ ડીલરના લોકલ લેવલે પણ ઘણા એસોસિએશન બનેલા છે. સિરામિક્ષ એક્સ્પોની ટીમ આ દરેક એસોસિએશનને અંગત મળીને આમંત્રણ પાઠવી રહી છે. આજ રીતે સાઉથ ઇન્ડિયન સેનેટરી વેર એન્ડ ડિલર્સ એસોસિએશન, ઉત્તરાખંડ રૂડાપૂર સીરામીક એસોસિએશનના જેમાં મોટા સંગઠનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમના તરફથી ભરપૂર સહયોગ સાંપડ્યો છે.
આ વખતે બીજી વાઇબ્રન્ટ એડીશન કરતા પણ વધુ રિસ્પોન્સ મળી રહ્યો છે. તેની સાબિતી ઓનલાઈન રજિસ્ટ્રેશનનો આંકડો છે. આજની તારીખે વિદેશના 600 અને દેશના 11000થી વધુ મુલાકાતીઓના રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. આમ વિદેશની સાથો સાથ દેશના વિવિધ રાજ્યોમાંથી પણ બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.