કબડ્ડી, વોલીબોલ મેચમાં ગાંધીનગર અને ક્રિકેટમાં વડોદરા ટીમનો વિજય
ભાજપ પ્રદેશના પ્રભારી ભુપેન્દ્રજી યાદવ તા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્િિતમાં અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલની હાજરીમાં પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ રમતોત્સવનો સમાપન કાર્યકમ ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, મહામંત્રી કે. સી. પટેલ, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપાધ્યક્ષ હર્ષ સંઘવી ઉપસ્િિત રહ્યા હતા.
ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રજી યાદવે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ ફાઈનલ મેચ સમયે યુવાનોને સંબોધતા કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીના સપનાનું ભારત બનાવવાની દિશામાં જો કોઈ કામ કરતુ હોય તો એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે અને વડાપ્રધાનના સ્વપ્નને જો કોઈ સાકાર કરશે તો એ યુવાનોની શક્તિ જ કરી શકશે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ યુવાનોને સંબોધતા કહ્યું હતું કે, યુવા મોરચો એ પાર્ટીનું સૈન્ય બળ છે. યુવા મોરચો કરોડરજ્જુ તરીકે સંગઠનને પુરક બને. નવ યુવાનોને પાર્ટીમાં જોડીને સંગઠન મજબુત કરવાનું કામ યુવા મોરચાએ કરવું જોઈએ. આગામી દિવસોમાં બુને એકમ બનાવીને સેવાના ભાવ સો લોકોની વચ્ચે જવું જોઈએ.
ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કે. સી. પટેલે અને ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડો. ઋત્વિજ પટેલે વિજેતા બનેલી ટીમોને ટ્રોફી એનાયત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કબડ્ડી અને વોલીબોલની ફાઈનલ મેચમાં ગાંધીનગર શહેરની ટીમ વિજેતા બની હતી અને ક્રિકેટની ફાઈનલ મેચમાં વડોદરા જીલ્લાની ટીમ વિજેતા બની હતી.