અધિક નિવાસી કલેકટર રિજીયોનલ કાઉન્સીલના અઘ્યક્ષ રહેશે
રાજયમાં એમ.એસ.આઇ.ઇ. ઉઘોગકારોની વિલંબીત ચુકવણાની અરજીઓનો ઝડપથી નિકાલ કરવા માટે રાજકોટ અને ભાવનગર સહિત રાજયમાં પાંચ શહેરોમાં રિજીયોનલ કાઉન્સીલની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને તેમના વિલંબીત ચૂકવણાની અરજીઓનો ઝડપથી નિકાલ થાય એ માટે રાજ્યમાં પાંચ રિજીયોનલ કચેરીઓની સ્થાપના કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે,
યાદીમાં વધુમાં જણાવ્યા નુસાર કેન્દ્ર સરકાર દ્વારા એમ.એસ.એમ.ઇ. એક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યમાં એમ.એસ.ઇ.એફ.સી. ગાંધીનગર ખાતે કાર્યરત કરવામાં આવી છે અને એમ.એસ.એમ.ઇ. માટે રાજ્યની તમામ વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ ગાંધીનગર ખાતેથી કરવામાં આવતું હતું. પરંતુ રાજ્યના MSME ઉદ્યોગકારોને વધુ સરળતાથી અને ઝડપથી તેમની વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ થાય તે માટે, રાજ્ય સરકાર દ્વારા પાંચ રીજીયનમાં એટલે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં રીઝનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં અધિક નિવાસી કલેકટર આ રીઝનલ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે રહેશે. તેમજ આ જિલ્લાઓના જનરલ મેનેજર (જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર) તે રીઝનલ કાઉન્સિલના મેમ્બર સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે. આ રીઝનલ કાઉન્સિલનું સંચાલન જે-તે રીઝનની જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ દ્વારા કરવામાં આવશે. આમ રીઝનલ કાઉન્સિલમાં સંબંધિત રીઝનના ખજખઊ ઉદ્યોગકારોની તેમની વિલંબીત ચૂકવણી માટેની અરજીઓનો ઝડપથી અને સરળતાથી નિકાલ થઈ શકશે, તેમ વધુમાં જણાવાયું છે.