વહેલી સવારે એન્જયોગ્રાફી બાદ એન્જયોપ્લાસ્ટ કરાયું: બે દિવસ ઓબ્ઝવેશનમાં રખાશે

પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાને ગત મોડી રાત્રીએ હાર્ટ એકેટ આવ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જો કે તેઓને તાકિદે હોસ્પિટલ લઇ જવાતા તબીબોએ તુરંત સારવાર શરુ કરી દીધી હતી. હાલ તેઓની હાલત સ્વસ્થ છે. તબીબનાં જણાવ્યા અનુસાર તેઓને બે દિવસ એબ્ઝવેશનમાં રાખવામાં આવશે.

ગુજરાત ભાજપના પ્રવકતા ભરત પંડયાને ગઇકાલે રાત્રે છાતીમાં દુ:ખાવો થયો હતો. જેથી તેઓને રાત્રીના ર વાગ્યે અમદાવાદની સ્ટલીંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓને હળવો હાર્ટએટેડ આવ્યો હોવાને કારણે વધુ સારવાર માટે તેઓને એપેક્ષ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. એપેક્ષ હોસ્પિટલ ખાતે ડો. તેજસ પટેલ દ્વારા પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાની એન્જયોગ્રાફી કર્યા બાદ એન્જયપ્લાસ્ટ કરવામાં આવી હતી. હાલ તેઓની તબીયત સ્થિર છે. તબીબના જણાવ્યા પ્રમાણે ભરત પંડયા હાલ સંપૂર્ણ સ્વસ્થ છે તેઓને એક બે  દિવસ ઓબ્ઝવેશનમાં રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.