સમગ્ર સૌરાષ્ટ્રમાં શહેર ભાજપ કાર્યાલય, રાજકોટ મહાનગર ખાતે 14 જૂન સુધી કંટ્રોલરૂમ કાર્યરત કરાયો
અરબી સમુદ્રમાં ઉભુ થયેલુ ડીપ્રેશન વાવાઝોડામાં પિરવર્તીત થઈ સૌરાષ્ટ્ર તરફ ઘસમસી રહયું છે ત્યારે આ સંભવીત વાવાઝોડાને પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકાર સર્તક બની છે અને જાનમાલનું નુક્સાન નીવારી શકાય તે માટે તકેદારીના પગલા રૂપે ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે અને સંભવિત વાવાઝોડાને પગલે રાજય સરકારે હવામાન વિભાગ અને ઈસરો સાથે સતત સંપર્કમાં રહી સમગ્ર પિરસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને સ્થિતિની સમિક્ષ્ાા કરી રાજય સરકારે રાહત બચાવ માટે આર્મી, કોસ્ટગાર્ડ, નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ, સ્ટેેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ, નેવી અને તટરક્ષ્ાક દળને એલર્ટ રહેવા સહીતના આદેશ કરાયા છે ત્યારે શહેર ભાજપ દ્વારા આ સૌરાષ્ટ્ર તરફ વેગવંતી ગતિએ આગળ વધી રહેલા વાવાઝોડાને ધ્યાનમાં રાખી સમગ્ર સૌરાષ્ટ્રભર માટે શહેર ભાજપ કાર્યાલય, રાજકોટ મહાનગર ખાતે તા.1ર જૂન થી તા.14 જૂન સુધી કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે, અને કોઈપણ પિરસ્થિતિને પહોંચી વળવા માટે શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને સ્ટેન્ડ ટૂ રખાયા છે, ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યરત સાયકલોન કંટ્રોલ રૂમની પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને રાજયના મંત્રી સૌરભભાઈ પટેલે મુલાકાત લીધી હતી.
આ તકે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યર્ક્તા હંમેશા પ્રજાના દુ:ખમાં સહભાગી બનતો આવ્યો છે જેમ કે ભુતકાળમાં કંડલા વાવાઝોડુ હોય કે ર001નો ગોઝારો ભુકંપ કે સુરતમાં પ્લેગરૂપી મહામારી હોય ત્યારે ભાજપનો કાર્યર્ક્તા સરકારી તંત્ર સાથે ખભ્ભે-ખભ્ભા મીલાવી રાહતકાર્યોમાં અગ્રેસર રહયો છે. ત્યારે જીતુભાઈ વાઘાણીએ પ્રજાને જરૂરી સર્તક્તા રાખવાની સાથે વાવાઝોડા સમયે ઘર બહાર ન નીકળવુ, દરીયા નજીક, ઝાડ નીચે ધકે વીજળીના થાંભલા નજીક ઉભુ ન રહેવા, અફવા ફેલાતી અટકાવવા, વાવાઝોડા દરમ્યાન ઘરમાં વીજ પ્રવાહ અને ગેસ કનેકશન બંધ કરવા સૂચન ર્ક્યુ હતુ. ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ સહીતના સાથે સંગઠનના તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિઓ જહેમત ઉઠાવી રહયા છે તેમજ આ વાયુ વાવાઝોડાની પિરસ્થિતિને ધ્યાનમાં લઈ શહેર ભાજપના હોદેદારોથી લઈ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિઓએ પોતાના વોર્ડના વિસ્તાર ન છોડવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા અનુરોધ કરાયો છે.