સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકે તેવી દહેશતનાં પગલે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ ગઈકાલે રાત્રે જ સોમનાથ ખાતે પહોંચી ગયા છે. આજે સવારે તેઓએ સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી અને ભોળીયા મહાદેવને એવી આજીજી કરી હતી કે, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતને વાયુ વાવાઝોડાનાં વિનાશમાંથી સુપેરે ઉગારી લે. ભોળીયાનાથે જાણે પ્રાર્થનાનો સ્વિકાર કરી લીધો હોય તેમ આજે સવારે જ વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું હતું અને સૌરાષ્ટ્ર પરથી મોટી ઘાટ ટળી હતી. હાલ આ બંને નેતાઓ સોમનાથમાં વાવાઝોડાની સ્થિતિ અંગેનું નિરીક્ષણ કરી રહ્યા છે.