દેશના સૌથી મોટા જળ અભિયાન અંગે ચર્ચા વિચારણા કરી યેલા કાર્યક્રમોનું રીપોર્ટીગ લેવાશે: ભરત પંડયા.
પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં આજરોજ “શ્રી કમલમ્ ગાંધીનગર ખાતે ભાજપાની પ્રદેશ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદેશ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તા રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષજી ઉપસ્તિ રહી માર્ગદર્શન આપશે.
સાંજે ૦૫/૦૦ કલાકે યોજાનારી આ બેઠકમાં પ્રદેશ કોર ગૃપના સભ્યો, પ્રદેશ હોદ્દેદાર, મોરચાના પ્રદેશ પ્રમુખ, સેલના પ્રદેશ ક્ધવીનર, જીલ્લા/મહાનગરના પ્રભારી, પ્રમુખ/મહામંત્રી, સંસદ સભ્યો, ધારાસભ્યો, બોર્ડ-નિગમના ચેરમેન/વાઇસ ચેરમેન, જીલ્લા પંચાયતના પ્રમુખ/મેયર તેમજ અપેક્ષિત શ્રેણી મુજબના આગેવાનો/કાર્યકરો ઉપસ્તિ રહેશે. આ પ્રદેશ બેઠક પહેલા બપોરે ૦૨/૦૦ કલાકે, પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાશે જેમાં પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા પ્રભારી, પ્રદેશ મોરચા પ્રમુખ ઉપસ્થિતઉપસ્થિત રહેશે.
આ બેઠકોમાં તા.૧૪ એપ્રિલ થી૫ મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત વિવિધ ગરીબ, કિસાન,યુવાનો અને રોજગારી અંગેની યોજનાઓ માટે કરવામાં આવેલ કાર્યોનું રિપોર્ટિંગ લેવામાં આવશે. તેમજ દેશના સૌી મોટા જળ અભિયાન અંગે માહિતી અને આયોજનના કામોની ફળશ્રુતિની ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ જળ અભિયાનમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ભાજપ સંગઠનના તમામ કાર્યકર્તાઓ જોડાયેલા રહેશે
કોંગ્રેસના નેતાઓના આક્ષેપો અને ટીકાઓ સામે પ્રતિક્રિયા આપતાં શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, સૌી મોટા જળ અભિયાનમાં સામાજિક, ધાર્મિક સંસઓ સો ભાજપના કાર્યકર્તાઓ સરકારના સેવાયજ્ઞમાં કામે લાગ્યા છે ત્યારે માત્ર ટીકાઓ અને આક્ષેપો કરીને કોંગ્રેસ સેવાવર્તિઓનું અપમાન ના કરે તેવી અપીલ કરી હતી.
ગુજરાતમાં ચાલી રહેલા દેશના સૌી મોટા જળ અભિયાનમાં કોંગ્રેસ સહભાગી ન બને તો કાંઇ નહી પરંતુ જુઠ્ઠાણાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરી લોકકલ્યાણના આ યજ્ઞમાં રોડા ના નાખે તો પણ સારૂં. કારણ કે, જળસેવા એ જ પ્રભુસેવા છે. લોકભાગીદારીને વંદન તેમજ અભિનંદન છે.
પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર હંમેશા ખેડૂત હિતની નીતિ અને યોજનાઓ સો ખેડૂતોની પડખે ઊભી રહી છે. મગફળી સહિત અનેક પાકોને ટેકાના ભાવે ખરીદવામાં આવ્યાં છે એની કોંગ્રેસ ને ઈર્ષ્યા આવી છે, કોંગ્રેસની ભાષા ઈર્ષ્યા અને નડતરની રહી છે અને કોંગ્રેસને કયારેય સેવા સો કોઈ જ લેવા-દેવા રહ્યાં નથી માત્રને માત્ર કોંગ્રેસ નડતરમાં અગ્રેસર છે જયારે ભાજપ લોકસેવામાં હંમેશા અગ્રેસર છે.
કોંગ્રેસ માત્ર ખોટા આક્ષેપો કરીને ગુજરાતની શાણી-સમજુ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. ગાય એ સંસ્કૃતિ, શ્વેતક્રાંતિનું પ્રતીક છે, ગાય માટે ભાજપ સરકારે જે કરવું પડશે એ કરશે. ગાય દેશ ની એકતાનું સૂત્ર છે. ગૌવંશ માટે માનવતા ધર્મ અને કર્તવ્ય ધર્મ ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ભાજપ સરકાર બજાવે છે, નિભાવે છે અને નિભાવતી રહેશે તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,